Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Italy's historic win defeating Nepal by 10 wickets in one sided match

NEP vs ITA / ઇટલીની ઐતિહાસિક જીત, એકતરફી મેચમાં નેપાળને 10 વિકેટથી હરાવ્યું

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
NEP vs ITA / ઇટલીની ઐતિહાસિક જીત, એકતરફી મેચમાં નેપાળને 10 વિકેટથી હરાવ્યું
સોર્સ : GSTV

ઇટલીએ T20 વર્લ્ડ કપ 2026માં પોતાનું ખાતું ખોલી લીધું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇટલીની પહેલી જીત ઐતિહાસિક બની ગઈ છે. ટીમે એકતરફી મેચમાં નેપાળને 10 વિકેટથી હરાવ્યું છે. એન્થોની અને જસ્ટિન મોસ્કાની જોડીએ નેપાળના 124 રનનો ટાર્ગેટ માત્ર 12.4 ઓવરમાં ચેઝ કરી લીધો. જસ્ટિને 44 બોલમાં 60 રનની દમદાર ઈનિંગ રમી, જ્યારે એન્થોનીએ માત્ર 32 બોલમાં 62 રનની ઝડપી ઈનિંગ રમી. આ ક્ષણ ઇટાલીના ક્રિકેટરો માટે ખૂબ જ ખાસ છે.

App Store

ઇટલીની ઐતિહાસિક જીત

124 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઇટલીએ શાનદાર શરૂઆત કરી હતી. એન્થોની અને જસ્ટિનની ઓપનિંગ જોડીએ નેપાળના બોલિંગ એટેકની ખૂબ ધોલાઈ કરી. નેપાળના બોલર્સ જસ્ટિન અને એન્થોની સામે સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા અને આ બંને બેટ્સમેનોએ વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં તબાહી મચાવી હતી.

જસ્ટિને 44 બોલમાં અણનમ 60 રનની શક્તિશાળી ઈનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જ્યારે 193ના સ્ટ્રાઇક રેટથી રમતા એન્થોનીએ 32 બોલમાં 62 રનની ધમાકેદાર ઈનિંગ રમી. એન્થોનીએ આ દરમિયાન 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

કલુગામેઝ-મેનેન્ટીએ બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું

આ પહેલા પ્રથમ ઈનિંગમાં ઇટલિના બોલર્સ સામે નેપાળનો બેટિંગ ઓર્ડર પત્તાના ઢગલા જેવો તૂટી પડ્યો. નેપાળની આખી ટીમ ફક્ત 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ તરફથી આરિફ શેખે સૌથી વધુ 27 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રોહિતે 14 બોલમાં 23 રન બનાવ્યા. ઇટલી માટે કલુગામેઝે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી. બેન મેનેન્ટીએ અત્યંત ઇકોનોમિકલકરી હતી તેણે 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ લીધી હતી.

જસ્ટિન અને એન્થોનીએ મોટો રેકોર્ડ બનાવ્યો

જસ્ટિન મોસ્કા અને એન્થોની મોસ્કાએ 124 રનની પાર્ટનરશિપ કરી. T20 વર્લ્ડ કપમાં આ ભાઈઓ વચ્ચેની સૌથી મોટી પાર્ટનરશિપ છે. જસ્ટિન અને એન્થોનીએ પાકિસ્તાનના કામરાન અકમલ અને ઉમર અકમલનો રેકોર્ડ તોડ્યો છે. ઉમર અને કામરાને 2014ની એડિશનમાં ઓસ્ટ્રેલિયા સામે 96 રનની પાર્ટનરશિપ કરી હતી.