ODI અને T20Iમાં વાપસી કરશે બેન સ્ટોક્સ? વ્હાઈટ બોલ ક્રિકેટ રમવા પર કહ્યું- 'જો મને ફોન આવે તો...'
2019નો ODI વર્લ્ડ કપ હોય કે 2022નો T20 વર્લ્ડ કપ, ટેસ્ટ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઈંગ્લેન્

2019નો ODI વર્લ્ડ કપ હોય કે 2022નો T20 વર્લ્ડ કપ, ટેસ્ટ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, આ ખેલાડીએ લગભગ 2 વર્ષ પહેલા ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે સમયે બેન સ્ટોક્સે સતત તણાવપૂર્ણ ઈન્ટરનેશનલ શેડ્યૂલને કારણ જણાવ્યું હતું. પછી તેણે ODI વર્લ્ડ કપ 2023 માટે નિવૃત્તિના નિર્ણય પર યુ-ટર્ન લીધો હતો. હવે ફરી એકવાર સ્ટોક્સ પોતાનો નિર્ણય પાછો ખેંચવા જઈ રહ્યો છે.
'મારો જવાબ ચોક્કસપણે હા હશે...'
બેન સ્ટોક્સે ODI અને T20I ફોર્મેટને બદલે ટેસ્ટને પ્રાધાન્ય આપ્યું. હાલમાં બેન સ્ટોક્સ પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યો છે. પરંતુ શું બેન સ્ટોક્સ ODI ફોર્મેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે? આના પર બેન સ્ટોક્સે કહ્યું કે, 'કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પરત ફરવા અંગે કોઈ ચર્ચા નથી થઈ. પરંતુ જો બ્રેન્ડન મેક્કુલમનો ફોન આવે છે તો તે ODI ફોર્મેટ રમવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે જો બ્રેન્ડન મેક્કુલમ ફોન કરીને મને પૂછે કે શું તમે ODI ફોર્મેટ રમવાનું પસંદ કરશો? તો મારો જવાબ ચોક્કસપણે હા હશે.'
'જો મને ફરીથી રમવાની તક ન મળે તો હું...'
બેન સ્ટોક્સ વધુમાં કહે છે કે, 'ઈંગ્લેન્ડ માટે ODI ફોર્મેટમાં રમવું શાનદાર અનુભવ હશે. પરંતુ જો મને ફરીથી રમવાની તક નહીં મળે, તો હું નિરાશ નહીં થાવ, બલ્કે હું બહાર બેસીને આનંદ માણીશ... મેં ઈંગ્લેન્ડ માટે લિમિટેડ ઓવરોની ક્રિકેટ વધુ રમી છે. આમાં મેં જે મેળવ્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. પરંતુ આ સમયે હું ODI ફોર્મેટ વિશે નથી વિચારી રહ્યો. આ સમયે મારું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ ફોર્મેટ પર છે. પરંતુ જો મને ODI ફોર્મેટમાં રમવાની તક મળે તો હું તૈયાર છું.'






