Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : irat Kohli gets emotional after scoring 9th century in IPL

IPLમાં 9મી સદી ફટકાર્યા બાદ ઈમોશનલ થઈ ગયો વિરાટ કોહલી, કહ્યું-'હું જાણું છું કે એક દિવસ આ બધું...'

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
IPLમાં 9મી સદી ફટકાર્યા બાદ ઈમોશનલ થઈ ગયો વિરાટ કોહલી, કહ્યું-'હું જાણું છું કે એક દિવસ આ બધું...'
સોર્સ : GSTV

IPL 2026માં બુધવારે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની રોમાંચક મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર બની ગઈ છે. આ મેચમાં કિંગ કોહલીએ પોતાની બેટિંગનો જાદુ ચલાવતા IPL કરિયરની 9મી સદી ફટકારી હતી. કોહલીના અણનમ 105 રનની મદદથી RCBએ KKRને 6 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે.

App Store

રેકોર્ડ્સનો નવો રેકોર્ડ

વિરાટ કોહલીએ આ સદી દરમિયાન અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. તે T20 ક્રિકેટમાં 14 હજાર રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. તેણે દિગ્ગજ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને સૌથી ઓછી ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો છે. કોહલી હવે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ બની ગયો છે.

એક દિવસ બધું જ પૂરું થઈ જશે...

મેચમાં વિજય અપાવ્યા બાદ જ્યારે વિરાટ કોહલી આ રેકોર્ડ્સ વિશે વાત કરવા આવ્યો ત્યારે તે થોડો ભાવુક દેખાયો હતો. તેણે હૃદયસ્પર્શી વાત કરતા કહ્યું, "આ સ્તર પર રમવું અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવી એ મારા માટે ગર્વની વાત છે. મને બેટિંગ ખૂબ ગમે છે અને ક્રિકેટ સાથે મને સાચો પ્રેમ છે. પરંતુ હું જાણું છું કે એક દિવસ આ બધું ખતમ થઈ જશે, તેથી હું મેદાન પરની દરેક ક્ષણને માણવા માંગુ છું." કોહલીએ વધુમાં ઉમેર્યું કે, તે મેદાન પર હંમેશા પોતાનું હૃદય અને આત્મા લગાવી દે છે, કારણ કે તે દરેક ક્ષણનો પૂરો આનંદ લેવા માંગે છે. તેના માટે આંકડાઓ કરતા રમત પ્રત્યેનો પ્રેમ વધુ મહત્ત્વનો છે.

રસપ્રદ મેચ

પ્રથમ બેટિંગ કરતા KKRએ અંગક્રિશ રઘુવંશીના 71 રન અને રિંકુ સિંહના અણનમ 49 રનની મદદથી 192 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં RCB તરફથી કોહલીએ 60 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 105 રનની અણનમ ઈનિંગ રમી હતી. કોહલી અને દેવદત્ત પડિક્કલ (37 રન) વચ્ચેની 92 રનની પાર્ટનરશિપે જીતનો પાયો નાખ્યો હતો. આ શાનદાર જીત સાથે આરસીબી હવે 12 મેચમાં 16 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે છે, જ્યારે KKR 11 મેચમાં 9 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.