Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 points table after 3 matches

VIDEO: IPL 2026ના પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, આ ટીમે RCB પાસેથી છીનવી લીધું પહેલું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. જેમાં ત્રણ ટીમો જીતી છે, જ્યારે ત્રણને હારનો સામનો કરવો પડ્યો છે. બાકીની ટીમોએ હજુ સુધી એક પણ મેચ નથી રમી. આ દરમિયાન, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પછી, IPL પોઈન્ટ્સ ટેબલ બદલાઈ ગયું છે. ચાલો તમને જણાવીએ કે હાલમાં કઈ ટીમો ટોપ ત્રણમાં છે.

App Store

રાજસ્થાન રોયલ્સે CSKને હરાવ્યું

IPLમાં બધી ટીમો તેમની શરૂઆતની મેચ જીતીને ટોપનું સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ફક્ત એક જ ટીમ ટોપ પર રહેશે. સોમવારે, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની શરૂઆતની મેચ માટે મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ચેન્નાઈને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે રાજસ્થાન રોયલ્સે સરળતાથી જીત મેળવી હતી.

CSKને તેમની પહેલી જ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો

પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ ફક્ત 127 રન જ બનાવી શક્યું હતું. ટીમ 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ અને 19.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે, ટીમ 100 રન પણ પાર કરે તેવી શક્યતા ઓછી દેખાતી હતી, પરંતુ જીમી ઓવરટનની લડાયક ઈનિંગે ટીમને 100 રનની પાર પહોંચાડી, પરંતુ તે રન પણ પૂરતા નહતા. જ્યારે રાજસ્થાન રોયલ્સની મેદાનમાં ઉતરી, ત્યારે તેણે માત્ર 12.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 128 રન બનાવીને મેચ જીતી લીસી

રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું

રાજસ્થાન રોયલ્સે તેની પહેલી મેચ મોટા માર્જિનથી જીતી, તેને બે પોઈન્ટ મળ્યા સાથે ટીમની નેટ રન રેટ પણ ખૂબ સારી થઈ ગઈ. ટીમ હવે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. પોઈન્ટ્સ ટેબલ પર નજર કરીએ તો, રાજસ્થાન રોયલ્સની નેટ રન રેટ +4.171 છે, જે અન્ય ટીમો કરતા ઘણી વધારે છે. અગાઉ ટોપના સ્થાન પર રહેલી RCBની ટીમ હવે બીજા સ્થાને આવી ગઈ છે. RCBના બે પોઈન્ટ અને નેટ રન રેટ +2.907 છે.

આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ

મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે, તેણે એક મેચ જીતી છે અને તેની નેટ રન રેટ +0.687 છે. પોતપોતાની મેચ હારી ગયેલી ત્રણ ટીમો પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. આમાં CSK, SRH અને KKRનો સમાવેશ થાય છે. ચાર ટીમો એવી છે જેમણે હજુ સુધી એક પણ મેચ નથી રમી. આજે (31 માર્ચ) પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેનો મુકાબલો મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં રમાશે. આ મેચ પછી પોઈન્ટ્સ ટેબલ ફરી બદલાઈ શકે છે, વિજેતા ટીમના બે પોઈન્ટ થઈ જશે.