Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 PBKS vs GT match preview

VIDEO: PBKS vs GT / પોતાને સાબિત કરવા મેદાનમાં ઉતરશે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર, સરળ નહીં હોય મુકાબલો

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય ટીમમાંથી બહાર રહેલા T20 બેટ્સમેન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર, આજે (31 માર્ચ) જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પહેલી મેચમાં અનુક્રમે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે, ત્યારે પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવીન્દ્ર ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

App Store

ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને T20 ટીમના વાઈસ-કપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ભારતની ટાઈટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સંજુ સેમસનને તેના સ્થાને પસંદ કરવામાં આવ્યો હતો.

ગિલનું બેટ ચાલશે

2023થી, ફક્ત વિરાટ કોહલીએ IPLમાં ગિલ કરતાં વધુ રન બનાવ્યા છે, પરંતુ હવે ધ્યાન નિરંતરતા કરતાં સ્ટ્રાઇક રેટ પર છે. ગિલનો T20 કારકિર્દીનો સ્ટ્રાઈક રેટ 138 છે, પરંતુ ગયા વર્ષે તેણે 155ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. મેથ્યુ હેડન હવે બેટિંગ કોચ તરીકે સ્ટાફનો ભાગ હોવાથી, ગિલની સિક્સ હિટિંગ સ્કિલ્સ અને બેટિંગ પર નજર રાખવામાં આવશે.

હાર્દિક પંડ્યાના ગયા પછી ગિલે કેપ્ટનશિપની જવાબદારીઓ પણ ખૂબ સારી રીતે સંભાળી છે. ગુજરાત ટાઈટન્સ જેણે તેના પ્રથમ વર્ષ 2022માં IPL ટાઈટલ જીત્યું હતું, ગયા વર્ષે ત્રીજા સ્થાને રહ્યું હતું. ટીમ ફરી એકવાર સારી રીતે સંતુલિત દેખાય છે. ઓપનિંગ બેટ્સમેન ગિલ અને સાઈ સુદર્શન સૌથી મોટી તાકાત છે. સુદર્શને ગયા સિઝનમાં સૌથી વધુ 759 રન બનાવ્યા હતા. તે પાંસળીના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ તેણે સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાત પાસે વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્ર જેવા વિકલ્પો પણ છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 160થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

શ્રેયસ પર ઘણું નિર્ભર રહેશે

પંજાબ કિંગ્સ માટે ફરી એકવાર શ્રેયસ પર ઘઘણી વસ્તુઓ નિર્ભર રહેશે, તેણે ત્રણ અલગ અલગ ટીમોને IPL ફાઈનલમાં પહોંચાડી છે. તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ 2020માં અને પંજાબ 2025માં ફાઈનલમાં પહોંચ્યા હતા, જ્યારે KKRએ 2024માં ટાઈટલ જીત્યું હતું. સતત સારા પ્રદર્શન છતાં શ્રેયસને ભારતીય T20 ટીમમાં સ્થાન નથી મળ્યું, તેણે ડિસેમ્બર 2023માં ભારત માટે તેની છેલ્લી T20 મેચ રમી હતી.

ગઈ સિઝનમાં તેણે 175થી વધુના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા હતા. તે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન નહતો મેળવી શક્યો. પંજાબની તાકાત તેના ભારતીય ક્રિકેટર્સમાં રહેલી છે, જેમાં ઓપનિંગ બેટ્સમેન પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યનો સમાવેશ થાય છે.

પંજાબના મિડલ ઓર્ડરમાં નેહલ વઢેરા, શશાંક સિંહ અને સૂર્યાંશ શેડગેનો સમાવેશ થાય છે, જે રાશિદ ખાનના નેતૃત્વમાં એક દમદાર સ્પિન એટેકનો સામનો કરશે.

IPL 2026 માટે બંને ટીમો

પંજાબ કિંગ્સઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વઢેરા, વિષ્ણુ વિનોદ, હરનૂર પન્નુ, પાઈલા અવિનાશ, પ્રભસિમરન સિંહ, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, હરપ્રીત બરાર, માર્કો યાનસન, અઝમતુલ્લા ઓમરઝાઈ, પ્રિયાંશ આર્ય, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, મિચ ઓવેન, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિશાખ વિજયકુમાર, યશ ઠાકુર, ઝેવિયર બાર્ટલેટ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.

ગુજરાત ટાઈટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, ટોમ બેંટોન, ગ્લેન ફિલિપ્સ, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ અરશદ ખાન, સાઈ કિશોર, જયંત યાદવ, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુતાર, ગુરનુર સિંહ બરાર, ઈશાંત શર્મા, અશોક શર્મા, લ્યુક વુડ, કુલવંત ખેજરોલિયા, રાશિદ ખાન.