IPL2024માં પ્લે ઓફની બે ટીમ નક્કી! બે પોઝિશન માટે આ પાંચ ટીમ વચ્ચે કાંટાની ટક્કર
IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 98 રને હરાવી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. કોલકાતા નાઇટ રાઇ

IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 98 રને હરાવી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સના 16-16 પોઇન્ટ થઇ ગયા છે. આ બન્ને ટીમ સામે હજુ ભલે Q (ક્વોલિફાયર) ના લખ્યુ હોય પરંતુ બન્ને ટીમ લગભગ ક્વોલિફાઇ કરી ચુકી છે. હવે અંતિમ બે સ્થાન માટે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
KKR-RR પ્લે ઓફ માટે નક્કી
તમામ ટીમના પોઇન્ટ ટેબલ જોઇએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સના પ્લે ઓફમાં પહોંચવાની વધારે સંભાવના છે. KKRના 11 મેચમાં 8 મેચમાં જીત સાથે 16 પોઇન્ટ છે. કોલકાતાએ ત્રણ મેચ (મુંબઇ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ) સામે રમવાની બાકી છે. આ ત્રણમાંથી કોઇ એક મેચ જીતીને પણ KKR પ્લે ઓફમાં ક્વોલિફાઇ થઇ જશે.
રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો તેના 10 મેચમાં 8 જીત સાથે 16 પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલમાં તે બીજા સ્થાને છે. રાજસ્થાને ચાર મેચ રમવાની બાકી છે. રાજસ્થાને (દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ) સામે મેચ રમવાની બાકી છે. એક મેચ જીતીને પણ તે પ્લે ઓફમાં ક્વોલિફાઇ કરી જશે.
બે સ્થાન માટે આ ટીમ વચ્ચે ટક્કર
સનરાઇઝર્સ હૈદરાબાદના 10 મેચમાં 12 પોઇન્ટ છે અને ટીમ વર્તમાનમાં સમાન પોઇન્ટ ધરાવતી ત્રણ ટીમમાંથી એક છે. આજે મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ જો સનરાઇઝર્સ હૈદરાબાદ જીત મેળવે છે તો પ્લે ઓફની રેસમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિગ્સ કરતા તે આગળ નીકળી જશે, આ બન્ને ટીમ પણ 12 પોઇન્ટ લઇને બેઠી છે પરંતુ તેમને 11-11 મેચ રમી છે.
26 મેએ IPLની ફાઇનલ મેચ રમાશે
IPL 2024નો ક્વોલિફાયર રાઉન્ડ 21 મેથી શરૂ થશે. 21 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 મેચ રમાશે. 22 મેએ અમદાવાદમાં જ એલિમિનેટર મેચ રમાશે. જ્યારે 24 મેએ ચેન્નાઇના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાશે.
26 મેએ IPL 2024ની ફાઇનલ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.








