IPL 2024 / ઓરેન્જ કેપમાં વિરાટ કોહલીનો જલવો, પર્પલ કેપની રેસમાં સામેલ ટોપ-5 બોલરોમાં તમામ ભારતીયો
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 51 રનની ઈનિંગ રમ્યા બાદ વિરાટ કોહલીએ ઓરેન્જ કેપની રેસમાં પોતાની લીડ મજબૂત કરી લીધી છે. આ લિસ

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 51 રનની ઈનિંગ રમ્યા બાદ વિરાટ કોહલીએ ઓરેન્જ કેપની રેસમાં પોતાની લીડ મજબૂત કરી લીધી છે. આ લિસ્ટમાં કિંગ કોહલી 9 મેચમાં 430 રન સાથે ટોપ પર છે. તે IPL 2024માં 400 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ રન વિરાટના બેટથી 61.43ની એવરેજ અને 145.76ના સ્ટ્રાઈક રેટ સાથે આવ્યા છે. ટોપ-5 બેટ્સમેનોની આ યાદીમાં સામેલ અન્ય બેટ્સમેનોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી.
ઋતુરાજ ગાયકવાડ 349 રન સાથે બીજા સ્થાને, રિષભ પંત 342 રન સાથે ત્રીજા સ્થાને, સાઈ સુદર્શન 334 રન સાથે ચોથા અને ટ્રેવિસ હેડ 325 રન સાથે પાંચમા સ્થાને છે.
RCB સામે 13 બોલમાં 31 રનની વિસ્ફોટક ઈનિંગ રમનાર અભિષેક શર્મા નિશ્ચિતપણે ઉપર આવ્યો છે. તે 288 રન સાથે 12મા સ્થાને પહોંચી ગયો છે.
| પ્લેયર | મેચ | રન | એવરેજ | સ્ટ્રાઈક રેટ |
| વિરાટ કોહલી | 9 | 430 | 61.43 | 145.76 |
| ઋતુરાજ ગાયકવાડ | 8 | 349 | 58.17 | 142.45 |
| રિષભ પંત | 9 | 342 | 48.86 | 161.32 |
| સાંઈ સુદર્શન | 9 | 334 | 37.11 | 128.96 |
| ટ્રેવિસ હેડ | 7 | 325 | 46.43 | 212.42 |
પર્પલ કેપની વાત કરીએ તો આ વર્ષે પ્રથમ વખત ટોપ-5 બોલરોમાં તમામ ભારતીય બોલરો જ છે. આ યાદીમાં જસપ્રીત બુમરાહ 13 વિકેટ સાથે ટોપ પર છે. યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલ પણ એટલી જ વિકેટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ સિવાય કુલદીપ યાદવ અને ટી નટરાજન 12-12 વિકેટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે આ મેચમાં એક વિકેટ લીધી હતી, તે 10 વિકેટ સાથે આ યાદીમાં 11મા સ્થાને પહોંચી ગયો છે.
| પ્લેયર | મેચ | વિકેટ | એવરેજ |
| જસપ્રિત બુમરાહ | 8 | 13 | 15.69 |
| યુઝવેન્દ્ર ચહલ | 8 | 13 | 20.38 |
| હર્ષલ પટેલ | 8 | 13 | 21.38 |
| કુલદીપ યાદવ | 6 | 12 | 15.08 |
| ટી નટરાજન | 6 | 12 | 17.42 |








