IPLનો રોમાંચક તબક્કો શરૂ: પ્લે ઓફના ચાર સ્થાન માટે નવ ટીમ વચ્ચે સ્પર્ધા
IPLની 16મી સિઝન હવે આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્લે ઓફમાં પ્રવેશનારી ચાર ટીમ કોણ હશે તે જાણવા માટે ચ

IPLની 16મી સિઝન હવે આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્લે ઓફમાં પ્રવેશનારી ચાર ટીમ કોણ હશે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. IPLના લીગ રાઉન્ડમાં કુલ 70 મેચ રમાવાની છે, જેમાંથી 40 મેચ પૂર્ણ થઇ ચુકી છે અને હવે બાકી રહેલી 30 મેચોના પરિણામો જ પ્લે ઓફમાં પ્રવેશનારી ટીમોનો નિર્ણય કરવાના છે.
રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર
IPLની શરૂઆતની 40 મેચોના અંતે પોઇન્ટ ટેબલનાી સ્થિતિ જોતાં હાલમાં રાજસ્થાન રોયલ્સની ટીમનું સ્થાન પ્લે ઓફમાં લગભગ નિશ્ચિત બની ગયું છે. જ્યારે 10માંથી એકમાત્ર રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ જ એવી છે કે જે ટાઇટલની રેસમાંથી લગભગ બહાર લાગી રહી છે.
ટૂંકમાં પ્લે ઓફમાં સ્થાન મેળવવાની તીવ્ર સ્પર્ધા ટોચની નવ ટીમો વચ્ચે જોવા મળી રહી છે. બેંગલુરૂની ટીમ પણ ગાણિતીક સમીકરણોને આદારે પ્લે ઓફમાં પ્રવેશવાની સંભાવના ધરાવે છે. જૌકે, ટીમનો દેખાવ જોતા તે શક્ય લાગતું નથી.
રાજસ્થાન પ્લે ઓફની નજીક; બેંગલુરૂ લગભગ બહાર
રાજસ્થાને 8 મેચમાંથી 7માં જીત સાથે 14 પોઇન્ટ મેળવી લીધા છે. હવે તેઓ બાકીની છમાંથી એકાદ મેચ પણ જીતશે તો તેઓ પ્લે ઓફમાં નિશ્ચિત બની જશે, ત્યારબાદ તેમનું લક્ષ્ય પોઇન્ટ ટેબલમાં ટોપ ટુ રહેશે. બેંગલુરૂની ટીમ પોઇન્ટ ટેબલમાં તળિયે છે. તેઓ 8માંથી 7 મેચ હાર્યા છે અને એક જ જીત્યા છે. હવે તેઓ બધી મેચ જીતે તો 14 પોઇન્ટ મેળવી શકે. આવી સ્થિતિમાં તેમણે પ્લે ઓફની આશા જીવંત રાખવા અન્ય પરિણામો તેમની તરફેમણમાં આવે તેવી આશા રાખવી પડે, જે હકીકતમાં શક્ય લાગતું નથી.
કોલકાતા-હૈદરાબાદ-લખનૌના 10-10 પોઇન્ટ
કોલકાતા, હૈદરાબાદ અને લખનૌએ પોઇન્ટ ટેબલમાં 10-10 પોઇન્ટ મેળવ્યા છે. કોલકાતા-હૈદરાબાદને હજુ 7-7 મેચ રમવાની છે અને તેમાંથી જો તેઓ ઓછામાં ઓછી 3-3 મેચ જીતે તો પ્લે ઓફમાં નિશ્ચિત બની શકે તેમ છે. આ કારણે તેમની આગેકૂચની આશા વધુ ઉજ્જવળ છે. લખનૌના 7 મેચમાં 10 પોઇન્ટ છે અને તેમને હવે 6 મેચ રમવાની છે. તેઓ પણ ઓછામાં ઓછી 3 મેચ જીતીને પ્લે ઓફમાં નિશ્ચિત બની શકે છે.
ચેન્નાઇ અને ગુજરાત માટે સાતત્યભરી જીત જરૂરી
ગુજરાત ટાઇટન્સમાં 9 મેચમાંથી 4 જીત સાથે 8 પોઇન્ટ છે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સના 8 મેચમાં 4 જીત અને 4 પરાજય સાથે 8 પોઇન્ટ છે. ગુજરાત ટાઇટન્સે પ્લે ઓફમાં પહોંચવા માટે બાકી રહેલી 5 મેચમાંથી 4 મેચ જીતવી જરૂરી છે.
મુંબઇ,દિલ્હી અને પંજાબ માટે આર યા પારની સ્થિતિ
મુંબઇ, દિલ્હી સાથે પંજાબની ટીમ માટે હવે બાકીના મુકાબલા આર યા પારના બની રહેશે. દિલ્હીના 9 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ છે. દિલ્હીએ બાકી રહેલી 5 મેચમાંથી પ્લે ઓફમાં પહોંચવા માટે 4 મેચ જીતવી જરૂરી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સના 8 મેચમાં 3 જીત સાથે 6 પોઇન્ટ છે. મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફમાં પહોંચવા માટે બાકી રહેલી તમામ 6 મેચ જીતવી જરૂરી છે સાથે જ અન્ય ટીમ પર નજર રાખવી જરૂરી છે. પંજાબ કિંગ્સના 8 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ છે. પંજાબ કિગ્સે પ્લે ઓફમાં પહોંચવા માટે તમામ મેચ જીતવી જરૂરી છે. જો પંજાબ એક પણ મેચ હારે છે તો તે પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ જશે. આ સાથે જ પંજાબે અન્ય ટીમો પર પણ નજર રાખવી પડશે. જોકે, પંજાબનું પ્લે ઓફમાં પહોંચવું અશક્ય લાગી રહ્યું છે.








