Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's mischievous victory in the final: Malaysia crushed 5-1 to create a golden history with gold at the Asian Games!

ફાઇનલમાં ભારતનો તોફાની વિજય: મલેશિયાને 5-1થી કચડીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ સાથે રચ્યો ગોલ્ડન ઇતિહાસ!

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ફાઇનલમાં ભારતનો તોફાની વિજય: મલેશિયાને 5-1થી કચડીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ સાથે રચ્યો ગોલ્ડન ઇતિહાસ!
સોર્સ : gstv

ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સની રોમાંચક ફાઇનલમાં મલેશિયાને 5-1થી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય હોકી માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે, કારણ કે પુરુષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

App Store

શરૂઆતી ક્વાર્ટરમાં રસાકસી અને બરાબરી

મેચની શરૂઆતની 10 મિનિટ સુધી બંને ટીમોએ આક્રમક રમત દાખવી હતી, પરંતુ કોઈ ગોલ નોંધાયો નહોતો. આ દરમિયાન ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર કૅપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર ગોલ કરીને ભારતને 1-0થી આગળ કર્યું હતું. જોકે મલેશિયાએ પણ તુરંત વળતો પ્રહાર કર્યો હતો અને 14મી મિનિટે સિલ્વરસ સેલોએ ફિલ્ડ ગોલ ફટકારીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો.

હાફ ટાઇમ સુધી ભારતીય ટીમનો દબદબો

બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ફરી પોતાનું આક્રમણ તેજ કર્યું હતું. ટીમે વધુ એક પેનલ્ટી કોર્નર મેળવીને તેને ગોલમાં ફેરવ્યો અને સ્કોર 2-1 કરી લીધો હતો. હાફ ટાઇમ સુધીમાં ભારતે મળેલા 4 પેનલ્ટી કોર્નરમાંથી 2માં સફળતાપૂર્વક ગોલ કર્યા હતા, જ્યારે મલેશિયાને મળેલા 3 પેનલ્ટી કોર્નરમાંથી એકપણ ગોલ થઈ શક્યો નહોતો.

ત્રીજા ક્વાર્ટરમાં હાર્દિકનો પેનલ્ટી સ્ટ્રોક ગોલ

મેચના ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે મલેશિયા પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. કેટલાક પેનલ્ટી કોર્નર બાદ ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો, જેને હાર્દિક સિંહે સચોટ રીતે ગોલમાં ફેરવીને ભારતની લીડ વધારીને 3-1 કરી દીધી હતી. ભારતના મજબૂત ડિફેન્સ સામે મલેશિયાની ટીમ પુનરાગમન કરવા માટે સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી.

અંતિમ ક્વાર્ટરમાં ગોલનો વરસાદ અને ઐતિહાસિક જીત

ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ભારતે પોતાની પકડ વધુ મજબૂત બનાવી હતી. મેચની આખરી 4 મિનિટ બાકી હતી ત્યારે ભારતે ચોથો ગોલ ફટકારીને સ્કોર 4-1 કરી દીધો હતો. આ પછી રમત સમાપ્ત થવાની માત્ર 2 મિનિટ પહેલાં પાંચમો ગોલ કરીને ભારતે 5-1થી એકતરફી જીત સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો.