Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's grand victory over New Zealand in the third T20, clinching 5 biggest feats in their name

ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ભવ્ય વિજય, 5 સૌથી મોટા કીર્તિમાન પોતાના નામે કર્યા

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ભવ્ય વિજય, 5 સૌથી મોટા કીર્તિમાન પોતાના નામે કર્યા
સોર્સ : GSTV

ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની રેકોર્ડ્સની 'બાઉન્ડ્રી' થઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 154 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જેની સામે ટીમ ઈન્ડિયાએ માત્ર 60 બોલમાં જ સ્કોર પૂર્ણ કર્યો હતો.  જેમાં અભિષેક શર્મા અને સુર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી. અભિષેકે 20 બોલમાં 68 અને કેપ્ટન સૂર્યાએ 26 બોલમાં 57 રન કર્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 સૌથી મોટા કીર્તિમાન પોતાના નામે કર્યા છે. 

App Store

1. ટીમ ઈન્ડિયાએ 3.1 ઓવરમાં જ 50 રન કર્યા

ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 3.1 ઓવરમાં જ 50 રન કર્યા હતા. આ પહેલા ઈન્ડિયન ટીમે વર્ષ 2023માં બાંગ્લાદેશ સામે 22 બોલમાં 50 રન કર્યા હતા. 

2. પાવરપ્લેમાં બીજો સૌથી મોટો સ્કોર

ઈન્ડિયન ટીમે કોઈ T20 મેચમાં પાવરપ્લેમાં બીજો સૌતી મોટો સ્કોર કરવાનો રિકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ગુવાહાટીમાં ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં 94 રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે, પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ(95 રન)ના નામે છે. 

3. સતત સૌથી વધુ T20 સીરિઝમાં જીત

ભારતીય ટીમે વર્તમાન સીરિઝમાં 3-0ની અજેય લીડ મેળવી છે. ટીમ ઈન્ડિયાએ હવે સતત 11 T20 સીરિઝ જીતી છે. આ સંદર્ભમાં ભારતે પાકિસ્તાનની બરાબરી કરી લીધી છે, જેણે 2016-18 દરમિયાન સતત 11 T20 સીરિઝ જીતી હતી.

4. ઓછા બોલમાં 150+ રનનો ટાર્ગેટ

ટીમ ઈન્ડિયાએ હવે T20 મેચમાં સૌથી સફળ 150+ રનનો ટાર્ગેટ ચેજ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 60 બોલ બાકી રહેતા 154 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. અગાઉ આ રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના નામે હતો.

5.  ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટો સ્કોર બનાવ્યો

ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલી 6 ઓવરમાં 94 રન બનાવીને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2018માં ન્યૂઝીલેન્ડ સામે પાવરપ્લેમાં 91 રન કર્યા હતા.