ICC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, રોહિતની આગેવાનીમાં આ ખેલાડીઓને મળ્યું સ્થાન
ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માને સોંપવામાં

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ અંગે ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. રોહિત સાથે ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને સ્થાન મળ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ વિકેટ કિપર તરીકે રિષભ પંત અને સંજુ સેમશનનો સમાવેશ કર્યો છે. જ્યારે કેએલ રાઉલનું પત્તું કપાયું છે. હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
હાર્દિક પંડ્યા જે હાલમાં IPLમાં ખરાબ ફોર્મમાં દેખાઈ રહ્યો છે તેનો પણ સમાવેશ કરાયો હતો અને આ સાથે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તેને ટીમનો વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. આ સાથે નવા ચહેરા અને યુવાઓની સ્ક્વૉડમાં શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, અક્ષર પટેલ અને ચહલનો સમાવેશ કરાયો હતો. જ્યારે શુભમન ગિલને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા( કેપ્ટન) યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત( વિ.કિ.) સંજુ સેમશન (વિ.કી.) હાર્દિક પંડ્યા( વાઈસ કેપ્ટન) શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદિપ સિંગના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે શુભમન ગીલ, રિન્કુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનને રિઝર્વ તરીકે જાહેર કર્યા છે.
કોને કોને ન મળ્યું સ્થાન...?
જે ખેલાડીઓને T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન નથી મળ્યું તેમાં સૌથી ટોચે નામ છે કે.એલ. રાહુલનું. જ્યારે મોહમ્મદ શામી જે ઈજાને કારણે આઈપીએલમાં પણ રમી શક્યો નથી તેનું પણ આ યાદીમાં નામ સામેલ નથી.
જણાવી દઈએ કે, આજે સવારે દક્ષિણ આફ્રિકાની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 29 એપ્રિલ સોમવારના રોજ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી હતી.








