મેદાનથી મંડપ... આ ભારતીય ક્રિકેટરે ટૂર્નામેન્ટ જીત્યાના 24 કલાકમાં જ કર્યા લગ્ન, હવે આવી છૂટાછેડાની નોબત
પ્રેમમાં માણસ શું નથી કરતો? ક્યારેક સાત સમુદ્ર પાર કરે છે, તો ક્યારેક તેને પોતાના પરિવ

પ્રેમમાં માણસ શું નથી કરતો? ક્યારેક સાત સમુદ્ર પાર કરે છે, તો ક્યારેક તેને પોતાના પરિવારના સભ્યો સામે ઊભા રહેવું પડે છે, પરંતુ આ ભારતીય ક્રિકેટરે જે કામ કર્યું છે તે ભાગ્યે જ કોઈ બીજાએ કર્યું હશે. આ ક્રિકેટર મેદાનથી સીધો મંડપ પહોંચ્યો અને પછી ટીમ સાથે જોડાયો હતો. દરમિયાન, 24 કલાકની અંદર, આ બેટ્સમેને તેની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા હતા. જોકે, હવે એવા સમાચાર છે કે આ સંબંધનો પણ દુઃખદ અંત આવશે.
આ પણ વાંચો: VIDEO / ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલો વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજને મળ્યો, અનુષ્કાએ માંગી આ વસ્તુ
અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટર મનીષ પાંડે વિશે. કર્ણાટક તરફથી રમતા મનીષના લગ્ન સાઉથની ફિલ્મની અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે થયા હતા. આ લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા કારણ કે મનીષ અને અશ્રિતાના લગ્ન માત્ર 24 કલાકમાં જ થઈ ગયા અને તે પણ એટલી ઉતાવળમાં કે જે કોઈ પણ તેના વિશે સાંભળશે તે આશ્ચર્યચકિત થઈ જશે.
ટીમ ચેમ્પિયન બન્યા પછી મંડપમાં પહોંચ્યો
મનીષ અને અશ્રિતાના લગ્ન 2 ડિસેમ્બર, 2019ના રોજ થયા હતા. તે સમયે મનીષ કર્ણાટક ટીમનો કેપ્ટન હતો અને ટીમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં લઈ ગયો હતો. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમે ફાઈનલ જીતી હતી. ટ્રોફી ઉપાડ્યા પછી, મનીષ સીધો મુંબઈ ગયો જ્યાં તેના લગ્ન બીજા દિવસે હતા અને અશ્રિતા તેની રાહ જોઈ રહી હતી. બીજા દિવસે બંનેના લગ્ન થયા અને પછી મનીષ ટીમ ઈન્ડિયામાં જોડાવા માટે રવાના થઈ ગયો. એટલે કે, માત્ર 24 કલાકમાં જ મનીષે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી અને લગ્ન પણ કરી લીધા.
અશ્રિતા તમિલ ફિલ્મની અભિનેત્રી છે. 2010માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ક્લીન ફ્રેશ ફેસ એવોર્ડ જીતીને તે ચર્ચામાં આવી. તે ફરીથી મનીષને મળી અને તેમની વચ્ચે પ્રેમનો પાંગર્યો. બંનેના લગ્ન થયા.
છૂટાછેડા થવાના છે?
જોકે, હવે બંને વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું અને એવા અહેવાલો છે કે બંને છૂટાછેડા લેવાના છે. બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. બંને ઘણા સમયથી સાથે નથી જોવા મળ્યા અને ન તો તેમણે પોતાના ફોટા અપલોડ કર્યા છે.








