મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનો થયો સમાવેશ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનો થયો સમાવેશ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ઉતરશે. શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

19 ફેબ્રુઆરીથી શરૂ થશે ટૂર્નામેન્ટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. આ વખતે ટૂર્નામેન્ટ 'હાઇબ્રિડ મૉડલ' હેઠળ પાકિસ્તાન અને દુબઇમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમશે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ

ચેમ્પિયન્સ ટ્રોફી જૂથો

  • ગ્રુપ A - પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
  • ગ્રુપ B - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ

  • ૧૯ ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, કરાચી
  • ૨૦ ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
  • ૨૧ ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
  • ૨૨ ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા વિ. ઇંગ્લેન્ડ, લાહોર
  • ૨૩ ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
  • ૨૪ ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
  • ૨૫ ફેબ્રુઆરી - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
  • ૨૬ ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
  • ૨૭ ફેબ્રુઆરી - પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
  • ૨૮ ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
  • ૧ માર્ચ - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, કરાચી
  • ૨ માર્ચ - ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
  • ૪ માર્ચ - સેમિફાઇનલ ૧, દુબઈ
  • ૫ માર્ચ - સેમિફાઇનલ ૨, લાહોર
  • 9 માર્ચ - ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
  • ૧૦ માર્ચ - રિઝર્વ ડે

આ સમાચાર શેર કરો