Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian champion team meets PM Modi

પીએમ મોદી સાથે ભારતીય ચેમ્પિયન ટીમે કરી મુલાકાત, ટ્રોફી સાથે શેર કર્યા ફોટો

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
પીએમ મોદી સાથે ભારતીય ચેમ્પિયન ટીમે કરી મુલાકાત, ટ્રોફી સાથે શેર કર્યા ફોટો
સોર્સ : google

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે. તમામ ખેલાડીઓએ સાથે મળીને પીએમ મોદીને વર્લ્ડકપની ટ્રોફી આપી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ રવિવારે મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ICC ટ્રોફી જીતી હતી.

App Store

સમગ્ર ટીમને અભિનંદન આપ્યા

વડાપ્રધાન મોદીએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રોફી જીતવા બદલ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમને અભિનંદન આપ્યા અને સતત ત્રણ હાર અને સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કર્યા પછી ટુર્નામેન્ટમાં તેમના નોંધપાત્ર પુનરાગમનની પ્રશંસા કરી હતી. હરમનપ્રીત કૌરે 2017 માં પ્રધાનમંત્રી સાથેની તેમની મુલાકાતને યાદ કરી, જ્યારે તેઓ ટ્રોફી વિના તેમને મળ્યા હતા, આજે ટ્રોફી સાથે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે.

વડાપ્રધાને ભારતીય ક્રિકેટની મહિલા ટીમનું સન્માન કર્યું. આજે વડાપ્રધાનના નિવાસ સ્થાને મુલાકાત બાદ મોટાભાગના ખેલાડીઓ પોતાના વતન જવા રવાના થશે. વડાપ્રધાન તરફથી વ્યક્તિગત અભિનંદન મળ્યા બાદ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. વડાપ્રધાન મોદીએ ટીમની ઐતિહાસિક જીત બદલ પ્રશંસા કરી અને દેશભરના યુવા ખેલાડીઓને પ્રેરણા આપતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. બાદમાં ચેમ્પિયન ટીમ તાળીઓના ગડગડાટ અને કડક સુરક્ષા વચ્ચે પોતાની હોટલ પરત ફરી હતી.

વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શું કહ્યું?

વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, વડાપ્રધાન હંમેશા ટીમને પ્રેરિત કરે છે અને તેમની ઉર્જાથી દરેક ખેલાડીને નવી દિશા મળે છે. આજે દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધતી રહે અને વડાપ્રધાનના પ્રોત્સાહને તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.