IND vs WI / પહેલી ODIમાં ભારતે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે વેસ્ટ ઈન્ડિઝ; નમન ધીરને મળી ડેબ્યુ કેપ

સોર્સ : gstv
તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ભારતીય ટીમ માટે ઓલરાઉન્ડર નમન ધીરે ડેબ્યુ કર્યું છે. આ સાથે રવિન્દ્ર જાડેજાની ODI પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ છે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નમન ધીર, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરુનુર બરાર.
વેસ્ટ ઈન્ડિઝ: શાઈ હોપ (કેપ્ટન), જોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, આમિર જાંગુ, જ્વેલ એન્ડ્રુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, ગુડકેશ મોતી, અલ્ઝારી જોસેફ, જેડેન સીલ્સ.

