IND vs NZ / ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય, વરસાદે અટકાવી રમત

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI સિરીઝની ત્રીજી મેચ આજે હેમિલ્ટનમાં રમાઈ રહી છે. આ મેચ માટે ટોસ ભારતીય સમય મુજબ સવારે 7 વાગ્યે થવાનો હતો. જોકે, વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો છે. મેચમાં ભારતીય ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વરસાદના કારણે મેચનો ઓવર ઘટાડવામાં આવી છે. હવે મેચ 40-40 ઓવરની થશે.
ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ કબજે કરવાનું લક્ષ્ય રાખશે, કારણ કે ભારતે શરૂઆતની બંને મેચ જીતી લીધી છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ આ મેચ જીતીને સિરીઝમાં જીવંત રહેવા માંગશે. ખાસ વાત એ છે કે શુભમન ગિલ આ સિરીઝમાં કેપ્ટન છે અને તે વ્યક્તિગત રીતે ટીમ માટે સિરીઝ જીતવા માંગશે, કારણ કે શ્રેયસ અય્યર આગામી બે મેચમાં કેપ્ટનશિપ સંભાળશે અને ગિલ ટેસ્ટ સિરીઝની તૈયારી શરૂ કરશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ, આકિબ નબી, ગુરનુર બરાર.
ન્યુઝીલેન્ડ: વિલ યંગ, ટિમ સાઈફર્ટ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઈલ જેમીસન, જેકબ ડફી અને મેટ ફિશર.





