Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India won the toss and elected to field first in 3rd ODI

IND vs SA / 2 વર્ષ અને 20 મેચ બાદ ODIમાં ટોસ જીત્યું ભારત, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય; તિલક વર્માને મળી તક

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / 2 વર્ષ અને 20 મેચ બાદ ODIમાં ટોસ જીત્યું ભારત, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય; તિલક વર્માને મળી તક
સોર્સ : GSTV

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયાએ 17 રનથી જીતી હતી, જ્યારે બીજી મેચમાં આફ્રિકન ટીમે શાનદાર વાપસી કરીને 4 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે ODI સિરીઝ 1-1થી બરાબર પર છે. હવે આજે આ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. જેમાં ભારતના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટોસ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ 2 વર્ષ અને 20 મેચ બાદ ODIમાં ટોસ જીત્યો છે. ભારતે છેલ્લે 2023ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટોસ જીત્યો હતો.

App Store

આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયામાં વોશિંગ્ટન સુંદરને બદલે તિલક વર્માને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટોની ડી જોર્જી અને નાન્દ્રે બર્ગરના બદલે રયાન રિકલ્ટન અને ઓટ્ટનીલ બાર્ટમેનને ટીમમાં જગ્યા મળી છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

સાઉથ આફ્રિકા: રયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, એડન માર્કરમ, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાનસન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, લુંગી એનગીડી અને ઓટ્ટનીલ બાર્ટમેન.