લાલ માટીની પિચ પર રમાશે ભારત Vs વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ, આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ 11માં તક

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ગુરૂવાર, 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલની આ પ્રથમ ઘરેલુ ટેસ્ટ સિરીઝ છે. આ પહેલા ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું. કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ જેવા મોટા ખેલાડીઓની વાપસી થઇ રહી છે, જે એશિયા કપ સ્કવોર્ડમાં નહતા. વિકેટ કીપર ધ્રુવ જુરેલનો પ્લેઇંગ-11માં સમાવેશ થઇ શકે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં આ ભારતની બીજી સિરીઝ અને પ્રથમ ઘરેલુ ટેસ્ટ સેરિઝ છે. ગુરૂવાર, 2 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી પ્રથમ મેચમાં ટોસ સવારે 9 વાગ્યે થશે. 9.30 વાગ્યે પ્રથમ બોલ નંખાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાળી અને લાલ માટીની પિચ છે.
ભારત વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ટેસ્ટ મેચનો પિચ રિપોર્ટ
ભારત વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ટેસ્ટ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બનેલી લાલ માટીની પિચ પર રમાશે. પિચ પર ઘણો ઘાસ છે, જેને મેચ પહેલા અને થોડો ઓછો કરવામાં આવશે પરંતુ છતા પણ રિપોર્ટ અનુસાર 4 મિમી સુધી રહી શકે છે. લાલ માટીની પિચ પર સારો ઉછાળ જોવા મળે છે, જોકે ઘાસની આ બાઇન્ડિંગ ન હોવા પર જલદી તૂટીને ધૂળ ભરેલી પિચમાં બદલાઇ જાય છે. અહીં ફાસ્ટ બોલરોને વધારે મદદ મળવાની આશા છે પરંતુ પિચ ધૂળભરેલી થઇ જાય તો સ્પિનર્સને મદદ મળી શકે છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ઇનિંગમાં એવરેજ સ્કોર 347નો છે. બીજી ઇનિંગમાં એવરેજ સ્કોર 353 રનનો છે. ત્રીજી અને ચોથી ઇનિંગમાં રન બનાવવા થોડા મુશ્કેલ બની શકે છે. અમદાવાદમાં શનિવારે વરસાદની પણ સંભાવના છે.
3 ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયા ત્રણ મુખ્ય ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. એક સ્પિનર તરીકે કુલદીપ યાદવને જગ્યા મળી શકે છે. વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજાના રૂપમાં 2 ઓલરાઉન્ડરનો પ્લેઇંગ-11માં સમાવેશ થઇ શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ભારતીય ટીમ
દેવદત્ત પડ્ડિકલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), કેએલ રાહુલ (વિકેટ કીપર), નારાયણ જગદીસન (વિકેટ કીપર), જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
વેસ્ટ ઇન્ડિઝ સ્કવોર્ડ
એલિક એથનાજ, બ્રેન્ડન કિંગ, જોન કેમ્પબેલ, કેવલોન એન્ડરસન, તેજનારાયણ ચંદ્રપોલ, જોહન લેયને, જસ્ટિન ગ્રીવ્સ, ખારી પિયરે, રોસ્ટન ચેસ (કેપ્ટન), શાઇ હોપ (વિકેટ કીપર), તેવિન ઇમલાચ (વિકેટ કીપર), એન્ડરસન ફિલિપ, જાયડેન સીલ્સ, જેડિયા બ્લેડ્સ, જોમેલ વારિકન.

