ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે મેચ
ભારતીય ટીમ હાલ ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝ રમી રહી છે. પાંચ ટી-20 મેચોની શ્રેણી પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા શ્રીલ

ભારતીય ટીમ હાલ ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝ રમી રહી છે. પાંચ ટી-20 મેચોની શ્રેણી પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ ટી-20 અને વન-ડે સિરીઝ રમશે. જેનો કાર્યક્રમ બીસીસીઆઈ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રથમ ટી-20 મેચ 26 જુલાઈએ રમાશે.
ભારતના શ્રીલંકા પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારતીય ટીમ 20મી પછી આ પ્રવાસ માટે રવાના થઈ શકે છે. જોકે, આ અંગે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ત્રણ મેચની T20 શ્રેણી 26 જુલાઈથી શરૂ થશે. બીજી મેચ 27મીએ અને ત્રીજી મેચ 29મી જુલાઈએ રમાશે. જ્યારે વનડે શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે, બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 4 અને 7 ઓગસ્ટના રોજ રમાશે.
ટી-20 મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલા 3 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાશે.
વન-ડે મેચ બપોરે 2.30 વાગ્યાથી રમાશે
પ્રથમ વન-ડે મેચ 1લી ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરનો આ પ્રથમ પ્રવાસ હશે. તાજેતરમાં જ BCCIના સેક્રેટરી જય શાહે મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપ 2024 બાદ મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો.








