મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ જાહેર

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2025માં રમાનારી પાંચ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ જાહે

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ જાહેર

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2025માં રમાનારી પાંચ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટનો આગાઝ 20 જૂનથી થશે. 

બીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આવતા વર્ષે ઉનાળામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2025માં 20 જૂનથી 3 ઓગસ્ટ દરમિયાન 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ ટીમ પહેલી વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. 

પ્રથમ ટેસ્ટ - હેડિંગલી, લીડ્સ (જૂન 20-24)

બીજી ટેસ્ટ - એજબેસ્ટન, બર્મિંગહામ (જુલાઈ 2-6)

ત્રીજી ટેસ્ટ - લોર્ડ્સ, લંડન (જુલાઈ 10-14)

ચોથી ટેસ્ટ - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર (23-27 જુલાઈ)

પાંચમી ટેસ્ટ - કિયા ઓવલ, લંડન (31 જુલાઈ - 3 ઓગસ્ટ)

નોંધનીય છે કે, વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ટેસ્ટ શ્રેણી જીતી શકે એમ હતી પરંતુ કોરોનાના કારણે 5 મેચની શ્રેણી 2-2થી સરભર થઈ હતી. એ સમયે ભારત ખૂબ જ આક્રમક દેખાતું હતું અને શ્રેણી જીતે એવું જ લાગી રહ્યું હતું. આ અગાઉ રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ 2007માં 5 મેચની શ્રેણી જીત્યું હતું. ત્યાર બાદ ભારત હવે ફરીથી આ સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરશે.

આ સમાચાર શેર કરો