મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

સેમીફાઈનલમાં વરસાદ પડશે તો ભારતીય ટીમ બહાર થઈ જશે? જાણો શું છે રિઝર્વ ડેનો નિયમ

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્ય

સેમીફાઈનલમાં વરસાદ પડશે તો ભારતીય ટીમ બહાર થઈ જશે? જાણો શું છે રિઝર્વ ડેનો નિયમ

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ધૂમ મચાવી દીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ટીમે ગ્રૂપ સ્ટેજમાં અને પછી સુપર-8માં તેની તમામ મેચો જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતીય ટીમ માટે સૌથી સારી વાત એ છે કે તેણે સુપર-8ના ગ્રુપ-1માં ટોપ પર રહીને સેમીફાઈનલલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ 27 જૂને ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

શું ભારતની સેમીફાઈનલમાં રિઝર્વ ડે હશે?

પરંતુ ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે આ મેચ પર વરસાદનો ખતરો છે. જો વરસાદ પડે અને સેમી ફાઈનલ મેચ ધોવાઈ જાય તો? શું આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? જો મેચ રદ્દ થશે તો શું ભારતીય ટીમ બહાર થઈ જશે? આવો જાણીએ આ બધા સવાલોના જવાબ.

તમને જણાવી દઈએ કે બીજી સેમીફાઈનલ માટે ICCએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પ્રથમ સેમીફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમીફાઈનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો સમય વધારાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે.

મેચ રદ્દ કરવી પડશે તો પરિણામ શું આવશે?

27 જૂને મેચના દિવસે ગયાનામાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ શકે છે. આવી સ્થિતિમાં, પહેલા 4 કલાક 10 મિનિટના વધારાના સમયમાં મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આમ નહીં થાય તો જે ટીમ તેના ગ્રુપ સ્ટેજમાં ટોપ પર હશે તેને ફાયદો થશે અને તે સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે.

એટલે કે ભારતને જ ફાયદો થશે. ભારતીય ટીમ સુપર-8ના ગ્રુપ-1માં ટોપ પર રહી છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાનો ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે. જ્યારે ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ બહાર થઈ જશે.

T20 વર્લ્ડ કપમાં ભારત-ઈંગ્લેન્ડની ટીમ

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી અને માર્ક વુડ.

આ સમાચાર શેર કરો