મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય ટીમ ફરી એકવાર રમશે પિંક બોલ ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા સામે યોજાશે ડે-નાઈટ મેચ, જાણો શેડ્યૂલ

ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાન પર ટકરાશે. ભારતીય ટીમ આગામી બોર્ડર-ગાવસ્કર ટ્ર

ભારતીય ટીમ ફરી એકવાર રમશે પિંક બોલ  ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા સામે યોજાશે ડે-નાઈટ મેચ, જાણો શેડ્યૂલ

ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાન પર ટકરાશે. ભારતીય ટીમ આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાશે જશે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચો રમાવાની છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની હોમ ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચશે. જેની પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થ, ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવશે. આ પહેલા બંને ટીમો વચ્ચે 2 પિંક બોલ ડે-નાઈટ પ્રેક્ટીસ મેચ રમાશે. 

ભારતીય ટીમ 30 નવેમ્બરથી કેનબેરાના મનુકા ઓવલ ખાતે પ્રાઈમ મિનીસ્ટર ઈલેવન સામે બે દિવસીય પિંક બોલ ડે-નાઈટ પ્રેક્ટિસ મેચ રમશે. ભારતીય ટીમને એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ મેચની તૈયારીમાં મદદ કરવા માટે આ પ્રેક્ટિસ મેચ ઉમેરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં બંને ટીમો વચ્ચે આ પહેલી મેચ રમાશે. 20 વર્ષ પહેલા ભારત પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે મેચ રમયું હતું. ત્યારે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનની કેપ્ટનશિપ સ્ટીવ વો કરતો હતો, જ્યારેભારતીય ટીમની કમાન રાહુલ દ્રવિડના હાથમાં હતી. તે સમયે, ઓસ્ટ્રેલિયા ટીમના વર્તમાન નેશનલ કોચ મેકડોનાલ્ડને પણ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ભારતીય ટીમે અત્યાર સુધીમાં ત્રણ પિંક બોલ ટેસ્ટ મેચ રમી છે. આ ત્રણ પિંક બોલ ટેસ્ટ મેચો ભારતે બાંગ્લાદેશ (2019), ઈંગ્લેન્ડ (2021) અને શ્રીલંકા (2022) સામે રમી હતી. જેમાં ત્રણેય મેચમાં ભારતીય ટીમ વિજેતા રહી હતી.

આ સમાચાર શેર કરો