Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India reaches Asia Cup final after beating Bangladesh by 41 runs

બાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
બાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું
સોર્સ : Google

 આજે(24 સપ્ટમ્બર) એશિયા કપના સુપર ફોરમાં બાંગ્લાદેશને 41 રનોથી હરાવીને ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને હવે પાકિસ્તાન સાથે નોક આઉટ મુકાબલો રમવાનો છે.

App Store

169 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 127 રનમાં સમેટાઇ

બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જેમાં અભિષેક શર્માએ 37 બોલ પર 75 રન બનાવીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 169 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 19.3 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાની એશિયા કપના ફાઇનલમાં એન્ટ્રી ફાઇનલ થઇ ગઇ છે. હવે આવતીકાલે, 25 સપ્ટેમ્બરે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ભારત સામે ફાઇનલમાં ટકરાશે.