Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India once again defeated Pakistan Robin Uthappa was hero of victory

IND vs PAK / ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ચટાડી ધૂળ, રોબિન ઉથપ્પા રહ્યો જીતનો હીરો

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs PAK / ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ચટાડી ધૂળ, રોબિન ઉથપ્પા રહ્યો જીતનો હીરો
સોર્સ : GSTV

એશિયા કપ અને વિમેન્સ ODI વર્લ્ડ કપ પછી ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં પણ ભારતીય ટીમે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. આજે (7 નવેમ્બર) ભારત અને પાકિસ્તાનની ટીમ હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં ટકરાઈ હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 86 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાને 3 ઓવરમાં 1 વિકેટે 41 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદ શરૂ થયો અને DLS હેઠળ ભારતીય ટીમે 2 રનથી મેચ જીતી લીધી. ભારતની જીતનો હીરો રોબિન ઉથપ્પા રહ્યો હતો, જેણે વિસ્ફોટક બેટિંગ કરતા 11 બોલમાં 28 રન બનાવ્યા. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

App Store

ભારતીય ટીમે 86 રન બનાવ્યા

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 6 ઓવરમાં 4 વિકેટે 86 રન બનાવ્યા. ટીમ તરફથી રોબિન ઉથપ્પાએ 11 બોલમાં સૌથી વધુ 28 રન બનાવ્યા. ઉથપ્પાની વિસ્ફોટક ઈનિંગમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય ભરત ચિપલીએ 13 બોલમાં 24 રન બનાવ્યા અને કેપ્ટન દિનેશ કાર્તિકે 6 બોલમાં અણનમ 17 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ શહઝાદે એક ઓવરમાં 15 રન આપીને બે વિકેટ લીધી.

પાકિસ્તાનની બેટિંગ

ટાર્ગેટ ચેઝ કરતા પાકિસ્તાનની શરૂઆત નબળી રહી, તેણે બીજી ઓવરમાં તેની પહેલી વિકેટ ગુમાવી દીધી. ખ્વાજા નાફે અને અબ્દુસ સમદએ ઈનિંગને સ્થિર કરી અને પાકિસ્તાનને ત્રણ ઓવરમાં 41 રન સુધી પહોંચાડ્યું. ખ્વાજા 18 અને સમદ 16 રન બનાવીને અણનમ રહ્યા. જોકે, વરસાદ શરૂ થયો અને થોડીવાર પછી ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી. ભારત તરફથી બોલિંગ કરતા સ્ટુઅર્ટ બિન્નીએ એક ઓવરમાં 4 રન આપીને એક વિકેટ લીધી.

તમને જણાવી દઈએ કે હોંગકોંગ સિક્સીસ 2025માં ભારતીય ટીમની આ પહેલી મેચ હતી અને ટીમે ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની બીજી મેચ હતી. પાકિસ્તાને કુવૈત સામેની પહેલી મેચ 4 વિકેટથી જીતી હતી, પરંતુ બીજી મેચ ભારત સામે હારી ગયું.