Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India defeats Australia to reach Women's World Cup final

ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત વુમન વર્લ્ડકપની ફાઇનલમાં, રોમાંચક રમતમાં જેમિમાની સદીએ ભારતને જીતાડ્યું

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત વુમન વર્લ્ડકપની ફાઇનલમાં, રોમાંચક રમતમાં જેમિમાની સદીએ ભારતને જીતાડ્યું
સોર્સ : GSTV

ICC વુમન્સ ODI વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારત ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું છે. રોંમાચક મુકાબલામાં ભારતીય દીકરીઓ ઓસ્ટ્રેલિયાને કારમો પરાજય આપી ફાઇનલમાં પ્રવેશી છે. હવે ભારત દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં ટકરાશે. 

App Store

ગુરુવારે (૩૦ ઓક્ટોબર) ના રોજ ICC મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ ની બીજી સેમિફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે તેઓ ૨ નવેમ્બરના રોજ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. લિચફિલ્ડની સદી અને પેરી ગાર્ડનરની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતને ૩૩૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે બાદ ભારત તરફથી જેમિમા રૉડ્રિગાસે સદી ફટકારી સાથે જ હરમનપ્રિત કોરે 89 રનની શાનદાર ઇંનિંગ રમી હતી.