Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India defeated Pakistan in the Asia Cup final to win the title

એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો, તિલક વર્માની લડાયક અડધી સદી

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2025
લાઇવ ટીવીGoogle News
એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો, તિલક વર્માની લડાયક અડધી સદી
સોર્સ : GSTV

એશિયા કપમાં 41 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઇ હતી. ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપી એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ મેચમાં ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે આવી ગયા હતા. પાકિસ્તાનની ટીમ 19.1 ઓવર પર 146 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી અને બીજી ઇંનિંગમાં ટીમ ઇન્ડિયાએ આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 

App Store

ભારતીય ટીમમાં ટોપ ઓર્ડરના ધબડકા બાદ મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પરિસ્થતિ સંભાળી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ ફટકારેલી શાનદાર અડધી સદીએ ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, સાથે શિવમ દૂબેએ પણ આક્રમક બેટિંગ કરી પાકિસ્તાની બોલરોને હંફાવ્યા હતા.    

પાકિસ્તાને ભારતને આપ્યો હતો 147 રનનો ટાર્ગેટ

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 19.1 ઓવરમાં એટલે કે 5 બોલ બાકી રહેતા 10 વિકેટના નુકસાને 146  રન બનાવ્યા છે. પાકિસ્તાને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાનના ઓપનર બેટર સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાને સારી શરૂઆત કરી હતી. ફરહાને આ મેચમાં 38 બોલ પર 57 રન અને ફખરે 35 બોલમાં 46 રન બનાવ્યા હતા. આમ, આ બે ખેલાડીઓએ મળીને કુલ 103 રન બનાવ્યા હતા. આ બે બેટર સિવાય પાકિસ્તાનના તમામ બેટર ફ્લોપ સાબિત થયા હતા. પાકિસ્તાનની ટીમ 146 રન પર સમેટાઇ ગઇ હતી.  પાકિસ્તાને છેલ્લા માત્ર 33 રનમાં 9 વિકેટ ગુમાવી હતી. 

ભારતીય બોલર્સની કમાલ

ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે થઈ ગયા હતા. પાકિસ્તાનના 3 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. પાકિસ્તાનના 7 ખેલાડીઓ બે અંક પાર કરી શક્યા ન હતા. 12મી ઓવર બાદ એક બાદ એક પાકિસ્તાની ખેલાડીઓ આઉટ થયા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહે પણ 2-2 વિકેટ ઝડપી હતી.