લક્ષ્ય અને સેહવાગના દમ પર ભારતે અફઘાનિસ્તાનને હરાવી એશિયા કપની ફાઈનલમાં જગ્યા મેળવી, હવે પકિસ્તાન સામે થશે ટક્કર

લક્ષ્ય અને સેહવાગના દમ પર ભારતે અફઘાનિસ્તાનને હરાવી એશિયા કપની ફાઈનલમાં જગ્યા મેળવી, હવે પકિસ્તાન સામે થશે ટક્કર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને આર્યવીર સેહવાગની શક્તિશાળી અડધી સદીના કારણે ભારતે ગુરુવારે ACC મેન્સ અંડર-19 એશિયા કપની સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું. આ સાથે ભારતે ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું.

ભારત હવે ફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. પાકિસ્તાને અગાઉ એકતરફી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

જાહેરાત

પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને ભારત માટે ફક્ત 228 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જે ભારતીય ટીમે 37મી ઓવરમાં સરળતાથી ચેઝ કરી લીધો.

ભારતીય બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન

ટાર્ગેટ ચેઝ કરતા, કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને આર્યવીર સેહવાગે શાનદાર અડધી સદી ફટકારી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રનની પાર્ટનરશિપ નોંધાવી.

સેહવાગ 57 બોલમાં 51 રન બનાવી આઉટ થયો, જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ લક્ષય સાથે વીકે વિનીત જોડાયો. વિનીત અને લક્ષયે બીજી વિકેટ માટે 77 રન ઉમેર્યા. આ પાર્ટનરશિપે ભારતની જીત પર મહોર લગાવી.

અફઘાનિસ્તાન મોટો સ્કોર હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું

અગાઉ, અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈશાન સૂદે સાતમી ઓવરમાં અબ્દુલ્લા નદરજનને આઉટ કરીને ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી હતી.

ત્યારબાદ કાવ્ય પટેલે ફરીદુલ્લાહ ઈહસાસને આઉટ કરીને અફઘાનિસ્તાનને બીજી વિકેટ અપાવી. ઈહસાસના આઉટ થયા પછી સુભાન જખૈલ અને નોમાન સલરઝઈએ ​​35 રનની ટૂંકી પાર્ટનરશિપ કરી. જોકે, યશવર્ધન ચૌહાણે સુભાનને આઉટ કરીને અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ લીધી.

સુભાન 44 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ નોમાન સાથે શાહ ફૈઝલ રહીમી જોડાયો. બંનેએ 98 બોલમાં ચોથી વિકેટ માટે 57 રન ઉમેર્યા. નોમાન 78 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો.

શાહ ફૈઝલે પણ 51 રનની ઈનિંગ રમી. જોકે, અફઘાનિસ્તાને 12 બોલના અંતરે ત્રણ વિકેટ ગુમાવી દીધી અને ભારતે શાનદાર વાપસી કરી. ત્યારબાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરાલે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું, 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 227 રન જ બનાવી શક્યું.

ભારત તરફથી ઈશાન સૂદે ત્રણ વિકેટ લીધી. આર્યન સવસાનીએ બે, જ્યારે કાવ્યા પટેલ, યશવર્ધન ચૌહાણ અને અર્જુન રાજપૂતે એક-એક વિકેટ લીધી. ભારતીય બોલર્સ અને ઓપનિંગ બેટ્સમેનોના દમ પર ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ, જ્યાં તેનો સામનો પાકિસ્તાન સાથે થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત