મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / વિરાટ કોહલીએ ફટકારી શાનદાર સદી, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા ખૂ

IND vs AUS / વિરાટ કોહલીએ ફટકારી શાનદાર સદી, ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. બે દિવસની રમત બાદ ટીમ ઈન્ડિયા 218 રનથી આગળ હતું. ત્રીજા દિવસની શરૂઆતમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. આ બાદ ભારતને કેએલ રાહુલના રૂપે પહેલો ઝટકો લાગ્યો હતો. રાહુલ 77 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો હતો.

આ પણ વાંચો: IND vs AUS / યશસ્વી જયસ્વાલે ફટકારી ઐતિહાસિક સદી, 47 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં કોઈ ભારતીય બેટ્સમેને કર્યું આ કામ

આ પછી દેવદત્ત પડિક્કલ મેદાન પર આવ્યો હતો. તે માત્ર 25 રન જ બની શક્યો હતો. તેના પછી મેદાન પર વિરાટ કોહલી આવ્યો હતો. આ દરમિયાન જયસ્વાલે તેના 150 રન પૂરા કર્યા હતા. તે જે રીતે રમી રહ્યો હતો તે જોઇને ફેન્સને આશા હતી કે તે બેવડી સદી ફટકારશે. પરંતુ તે 161 રને આઉટ થઈ ગયો હતો.

પંત અને જુરેલ સસ્તામાં આઉટ થઈ ગયા

આ પછી આવેલા બે બેટ્સમેન રિષભ પંત અને ધ્રુવ જુરેલ જલ્દી આઉટ થઈ ગયા હતા. રિષભ પંત 4 બોલમાં એક રન અને ધ્રુવ જુરેલ 6 બોલમાં 1 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. ત્યારબાદ કોહલીનો સાથ દેવા વોશિંગ્ટન સુંદર મેદાન પર આવો હતો. તેણે 94 બોલમાં 29 બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી સેટ થઈ ગયો હતો.

વિરાટ કોહલીની સદી

ત્રીજા સેશનમાં વિરાટ કોહલીએ સદી પૂરી કરી. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 30મી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયામાં વિરાટની આ 7મી સદી છે. વિરાટે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. જ્યારે 8મા નંબરે રમવા આવેલ નીતિશ કુમાર રેડ્ડી 27 બોલમાં 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. ભારતે 487 રન બનાવીને બીજી ઈનીંગ ડિકલેર કરી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો