IND-A vs AUS-A / શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં રમશે ભારતીય ટીમ, આજથી ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ સિરીઝ પહેલા, ઈન્ડિયા-A ટીમ ઓસ્ટ્રેલિયા-A સામે બે અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમશે, જે આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. બંને મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ફેન્સના મનમાં પ્રશ્ન એ છે કે આ મેચ મોબાઈલ અને ટીવી પર ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.
શ્રેયસ અય્યર આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે
શ્રેયસ અય્યર આ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તેની સાથે સાઈ સુદર્શન, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ અને દેવદત્ત પડિક્કલ જેવા ખેલાડીઓ હાજર રહેશે. અભિમન્યુ ઈશ્વરન પણ આ સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે. ઈશ્વરન ઘણી વખત ભારતની ટેસ્ટ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે પરંતુ તેને હજુ સુધી ડેબ્યુ કરવાની તક નથી મળી. કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજને ફક્ત બીજી મેચ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તેથી તેઓ આ મેચમાં નહીં રમે.
પહેલી અનઓફિશિયલ ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ઈન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A ટીમ વચ્ચેની પહેલી અનઓફિશિયલ ટેસ્ટ મેચ 16 સપ્ટેમ્બર, મંગળવારથી ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ વરસાદના કારણે વિલંભ થયો છે. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હવે આ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
પહેલી અનઓફિશિયલ ટેસ્ટ મેચ ક્યાં જોવી?
ઈન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે રમાનારી આ મેચનું ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ નહીં થાય. જોકે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. ક્રિકેટ ફેન્સ જિયોસ્ટારની એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે.
આ મેચ માટે બંને ટીમો
ઈન્ડિયા-A: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, એન જગદીસન (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વાઈસ કેપ્ટન/ વિકેટ કીપર), દેવદત્ત પડિક્કલ, હર્ષ દુબે, આયુષ બદોની, નીતિશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ, ખલીલ અહેમદ, માનવ સુથાર, યશ ઠાકુર.
ઓસ્ટ્રેલિયા-A: ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, જેક એડવર્ડ્સ, એરોન હાર્ડી, કેમ્પબેલ કેલાવે, સેમ કોન્સ્ટાસ, નાથન મેકસ્વીની, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, ફર્ગ્યુસ ઓ'નીલ, ઓલિવર પીક, જોશ ફિલિપ, કોરી રોચીઓલી, લિયામ સ્કોટ.

