IND vs ZIM / ભારતીય ટીમે જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય; જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

સોર્સ : gstv
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 સિરીઝની પહેલી મેચ આજે (23 જુલાઈ) ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. સતત બે T20 સિરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા જીતના માર્ગ પર વાપસી કરવા માંગશે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અશોક શર્મા, મયંક યાદવ.
ઝિમ્બાબ્વે: બ્રાયન બેનેટ, તાદીવાનાશે મારુમની (વિકેટકીપર), બેન કરન, ડાયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રયાન બર્લ, વેસ્લી મધેવેરે, બ્રેડ ઈવાન્સ, ન્યુમેન ન્યામુરી, રિચર્ડ નગારવા, બ્લેસિંગ મુઝરબાની.

