Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs WI 2nd Test: second days game is over

IND vs WI બીજી ટેસ્ટ: બીજા દિવસની રમત પૂર્ણ, બાપુએ કમાલ કરી, કેપ્ટન ગિલ પણ છવાયો

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI બીજી ટેસ્ટ: બીજા દિવસની રમત પૂર્ણ, બાપુએ કમાલ કરી, કેપ્ટન ગિલ પણ છવાયો
સોર્સ : GSTV

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ હતો. બીજા દિવસની રમત પૂરી થઈ ચૂકી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝે 43 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ ભારતથી 378 રન પાછળ છે.

App Store

ભારતે 518 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો

ભારતે આજે 518 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો હતો અને તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 140 રન સુધી પહોંચવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. ફોલોઓન ટાળવા માટે કેરેબિયન ટીમને હજુ 179 રનની જરૂર છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ બીજા દિવસે પ્રભુત્વ જમાવ્યું હતું અને 129 રનની ઇનિંગ સાથે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. પહેલા દિવસની રમતના અંતે જયસ્વાલે 173 રન બનાવ્યા હતા, પરંતુ બીજા દિવસે 2 રન બનાવ્યા બાદ તે રન આઉટ થયો હતો. જયસ્વાલ પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારવાથી ચૂકી ગયો હતો.

બાપુએ 3 વિકેટ ઝડપી

દિલ્હીમાં પણ રવિન્દ્ર જાડેજાનો પાવર જોવા મળ્યો. આજે બાપુએ કેરેબિયન ટીમની 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત કુલદીપ યાદવને પણ 1 વિકેટ મળી હતી. આ ટેસ્ટ સિરિઝ સંપૂર્ણપણે ભારતના ખોળામાં જોવા મળી રહી છે. ભારત હાલ આ સિરિઝમાં 1-0થી આગળ છે.