મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ENG / વરસાદ પડશે તો કેટલા વાગ્યાથી ઓછી કરવામાં આવશે ઓવરો? જાણો ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલનું સંપૂર્ણ ગણિત

T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ થોડા કલાકોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ સેમી

IND vs ENG / વરસાદ પડશે તો કેટલા વાગ્યાથી ઓછી કરવામાં આવશે ઓવરો? જાણો ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલનું સંપૂર્ણ ગણિત

T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ થોડા કલાકોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમ સાઉથ આફ્રિકાએ જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. પરંતુ ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદ પડે તો મેચ દરમિયાન મુશ્કેલી આવી શકે છે. જોકે ICCએ આ મેચ માટે વધારાનો સમય રાખ્યો છે. આ સાથે ઓવર અંગેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ગયાનામાં રમાવાની છે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો ટોસ પહેલા વરસાદ પડે તો મેચમાં વિલંબ આવવાની શક્યતા છે. મહત્ત્વની વાત એ છે કે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. સેમીફાઈનલ અને ફાઈનલ મેચ વચ્ચે માત્ર એક દિવસનું અંતર છે. આ કારણોસર આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો ન હતો.

ઓવર ઓછી કરવાનું ક્યારે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ માટે ઘણો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. જો વરસાદ સતત ચાલુ રહે તો 12.:10 વાગ્યા પછી ઓવરો ઓછી કરવામાં આવશે.

10-10 ઓવરની મેચ માટે પણ કટઓફ ટાઈમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ વરસાદની સ્થિતિમાં 10-10 ઓવરની પણ રમાઈ શકે છે. આ માટે કટઓફનો સમય બપોરે 01.44 કલાકે નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય અનેક પ્રકારના નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

જો 10 ઓવરની મેચ પણ ન રમાય તો

જો ભારત-ઈંગ્લેન્ડ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો રોહિત શર્માની ટીમને ફાયદો થશે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે અને અહીં તેનો મુકાબલો સાઉથ આફ્રિકા સાથે થશે. વાસ્તવમાં, જો બીજી સેમીફાઈનલ મેચ રદ્દ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં ટોપની ટીમને ફાઈનલમાં જવાની તક મળશે.

આ સમાચાર શેર કરો