IND vs ENG / બુમરાહ-શાર્દુલ બહાર, ઈંગ્લેન્ડને મળ્યો નવો કેપ્ટન; બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં કર્યા 4-4 બદલાવ

પાંચમી ટેસ્ટમાં, ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલે કેપ્ટન તરીકે આ સિરીઝમાં સતત પાંચમો ટોસ હાર્યો છે. બેન સ્ટોક્સ પાંચમી ટેસ્ટ નથી રમી રહ્યો, તેથી ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ ઓલી પોપ કરી રહ્યો છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ચાર મોટા ફેરફારો થયા છે, પરંતુ કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહને હજુ પણ પ્લેઈંગ ઈલેવનમાં તક નથી આપવામાં આવી. બીજી તરફ, જેમી ઓવરટન લગભગ 3 વર્ષ પછી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે.
વર્કલોડ મેનેજમેન્ટને કારણે જસપ્રીત બુમરાહ પાંચમી ટેસ્ટમાંથી બહાર છે, આકાશદીપ તેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે. સિરીઝમાં 11 વિકેટ લેનાર આકાશદીપ ચોથી ટેસ્ટ નથી રમી શક્યો. બીજી તરફ, અંશુલ કંબોજ, જે પોતાના ડેબ્યુમાં સારું પ્રદર્શન નહતો કરી શક્યો, તેને બહાર કરવામાં આવ્યો છે, પ્રસિદ્ધ કૃષ્ણા તેની જગ્યાએ પાછો ફર્યો છે. કૃષ્ણાએ સિરીઝમાં 2 મેચમાં 6 વિકેટ લીધી હતી પરંતુ તે ખૂબ જ મોંઘો સાબિત થયો હતો.
ચોથી ટેસ્ટમાં રિષભ પંતને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. પંત થોડા અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે, તેના સ્થાને ધ્રુવ જુરેલને પાંચમી મેચમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે તક મળી છે. સિરીઝમાં નંબર-3 પર બેટિંગ કરતા જોવા મળેલો કરુણ નાયર પણ ટીમમાં પાછો ફર્યો છે, પરંતુ તે અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે. ટેસ્ટ ટીમમાં સ્થાન નિશ્ચિત કરવા માટે કરુણ નાયર પાસે આ છેલ્લી તક હોઈ શકે છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.

