Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs ENG Manchester test ended in draw

IND vs ENG / ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પાસેથી છીનવી લીધી જીત, વર્ષો સુધી યાદ રહેશે ભારતીય ખેલાડીઓની ઈનિંગ

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પાસેથી છીનવી લીધી જીત, વર્ષો સુધી યાદ રહેશે ભારતીય ખેલાડીઓની ઈનિંગ
સોર્સ : Google

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં સારું પ્રદર્શન નહતી કરી શકી. પરંતુ ભારતે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી અને મેચ ડ્રો કરી.

App Store

ભારતે પ્રથમ ઈનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું

ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં નિરાશાજનક બેટિંગ કરી હતી. ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતે 114.1 ઓવરમાં 358 રન બનાવ્યા હતા. ટીમનો કોઈ પણ બેટ્સમેન સદી નહતો ફટકારી શક્યો. સાઈ સુદર્શને સૌથી વધુ રન 61 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત, યશસ્વી જયસ્વાલે 58 અને રિષભ પંતે 54 રનનું યોગદાન આપ્યું હતું.

ઈંગ્લેન્ડે 669 રન બનાવ્યા

ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 157.1 ઓવર સુધી બેટિંગ કરી અને 669 રન બનાવ્યા હતા. જો રૂટે 248 બોલમાં 150 રન બનાવ્યા, જ્યારે બેન સ્ટોક્સે 198 બોલમાં 141 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડના ઓપનર ઝેક ક્રોલી અને બેન ડકેટે પણ અડધી સદી ફટકારી હતી. ક્રોલીએ 84 અને ડકેટે 94 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 311 રનની લીડ મેળવી અને મેચ પર પકડ મજબૂત કરી હતી.

ભારતે વાપસી કરી

ભારતે બીજી ઈનિંગમાં શૂન્યના સ્કોર પર સાઈ સુદર્શન અને યશસ્વી જયસ્વાલના રૂપમાં 2 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે કમાન સંભાળી. રાહુલે 90 રનનું યોગદાન આપ્યું, જ્યારે શુભમન ગિલે 103 રન બનાવ્યા હતા. આ પછી વોશિંગ્ટન સુંદરે અણનમ 101 રન અને રવિન્દ્ર જાડેજાએ પણ અણનમ 107 રનનું યોગદાન આપ્યું. જાડેજા અને સુંદરે મળીને 203 રનની પાર્ટનરશિપ કરી અને ઈંગ્લેન્ડ પાસેથી મેચ છીનવી લીધી અને ડ્રો કરાવી. બીજી ઈનિંગમાં ભારતીય ખેલાડીઓની બેટિંગ વર્ષો સુધી યાદ રહેશે. ભારતે બીજી ઈનિંગમાં 143 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા હતા.