મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / બુમરાહ વિના ટીમ ઈન્ડિયાએ ઉડાવ્યા કાંગારૂઓના હોશ, ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ, ભારતને મળી લીડ

સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 181 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 4 રનન

IND vs AUS / બુમરાહ વિના ટીમ ઈન્ડિયાએ ઉડાવ્યા કાંગારૂઓના હોશ, ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ, ભારતને મળી લીડ

સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 181 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 4 રનની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યુ કરનાર બ્યૂ વેબસ્ટરે સૌથી વધુ 57 રનની ઈનિંગ રમી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારત માટે પ્રથમ મેચ રમનાર પ્રસિદ્ધ કૃષ્ણએ બધાને તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે, જેણે કાંગારૂ ટીમના 3 બેટ્સમેનોને પવેલિયન મોકલ્યા હતા.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહ હોસ્પિટલમાં દાખલ, વિરાટ કોહલી બન્યો સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન

સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગ 185 રન પર જ સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 9 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે તેની ઈનિંગ 9 રનથી આગળ વધારી હતી, પરંતુ દિવસની ચોથી ઓવરમાં કેપ્ટન જસપ્રિત બુમરાહે માર્નસ લાબુશેનને આઉટ કર્યો હતો.

બ્યૂ વેબસ્ટર ડેબ્યુમાં ચમક્યો, સ્મિથ સાથે મજબૂત પાર્ટનરશિપ

ઓસ્ટ્રેલિયાએ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મિચેલ મારશને સિરીઝની અંતિમ મેચમાંથી બહાર કરી દીધો હતો. તેના સ્થાને અન્ય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને ડેબ્યુ કરવાની તક મળી. 13 ઓવરના બોલિંગ સ્પેલમાં તે કોઈ વિકેટ નહતો લઈ શક્યો, પરંતુ બેટિંગમાં તેણે અડધી સદી ફટકારી હતી. તેણે 57 રનની ઈનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા પણ ફટકાર્યા. જ્યારે ઓસ્ટ્રેલિયાના 4 બેટ્સમેન 39 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા ત્યારે તે મુશ્કેલ પરિસ્થિતિમાં વેબસ્ટરે સ્ટીવ સ્મિથ સાથે મળીને 57 રનની મજબૂત અને મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી.

આ સમાચાર શેર કરો