મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS 3rd Test / ડ્રો રહી બ્રિસ્બેન ટેસ્ટ, ખરાબ હવામાનને કારણે પૂરી ન થઈ શકી 5મા દિવસની રમત

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનું પરિણામ અનિર્ણિત રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ

IND vs AUS 3rd Test / ડ્રો રહી બ્રિસ્બેન ટેસ્ટ, ખરાબ હવામાનને કારણે પૂરી ન થઈ શકી 5મા દિવસની રમત

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનું પરિણામ અનિર્ણિત રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ભારતને 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ખરાબ હવામાન અને વરસાદના કારણે મેચ અધવચ્ચે જ રોકવી પડી હતી. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ કારણ કે 5મા દિવસે રમત પૂર્ણ થઈ શકી ન હતી. આ સાથે ત્રણ મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર છે.

આ પણ વાંચો: YEAR ENDER 2024 / રોહિત-વિરાટથી લઈને ડેવિડ વોર્નર સુધી આટલા ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચમાં પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 260 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને 185 રનની લીડ મળી હતી. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે ફોલોઓન ટાળ્યું હતું. બુમરાહ અને આકાશદીપે છેલ્લી વિકેટ માટે 45 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. જાડેજાએ પણ 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

આ સમાચાર શેર કરો