મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બાયોપિક બની તો ફિલ્મમાં કોણ બનશે રાહુલ દ્રવિડ?, પૂર્વ હેડ કોચનો મજેદાર જવાબ થયો વાયરલ

ક્રિકેટના 'ગોડ' સચિન તેડુંલકરથી લઈને મહેન્દ્ર ધોની સુધીના ક્રિકેટર પર બાયોપિક બની ચૂકી છે. ભા

બાયોપિક બની તો ફિલ્મમાં કોણ બનશે રાહુલ દ્રવિડ?, પૂર્વ હેડ કોચનો મજેદાર જવાબ થયો વાયરલ

ક્રિકેટના 'ગોડ' સચિન તેડુંલકરથી લઈને મહેન્દ્ર ધોની સુધીના ક્રિકેટર પર બાયોપિક બની ચૂકી છે. ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ પર બાયોપિક બને તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે, જો તેમના પર બાયોપિક બનાવવામાં આવે તો લીડ રોલ કોણ કરી શકે છે? આ અંગે તેણે જે જવાબ આપ્યો તે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

CEAT ક્રિકેટ એવોર્ડ્સ 2024માં રાહુલ દ્રવિડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં જ્યારે રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે જો તમારા પર બાયોપિક બનાવવામાં આવશે તો લીડ રોલ કોણ કરશે? આના પર દ્રવિડે મજેદાર જવાબ આપતા કહ્યું કે, જો પૈસા સારા મળશે તો હું પોતે જ આ રોલ ભજવીશ. દ્રવિડને ધ વોલના નામથી પણ ઓળખાય છે અને તેનું કારણ એ છે કે, તેણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત પોતાની મજબૂત ડિફેન્સથી ભારતીય ટીમને બચાવી છે. 

રાહુલ દ્રવિડના કરિયર પર નજર કરીએ તો તેનું કરિયર તમામ ઉતાર-ચઢાવથી ભરેલું છે. દ્રવિડની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયા 2007 ICC વર્લ્ડ કપના લીગ સ્ટેજથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ દ્રવિડની સાથે આખી ભારતીય ટીમની ખૂબ ટીકા થઈ હતી. 2007 ODI વર્લ્ડ કપ કેરેબિયન ધરતી પર રમાયો હતો. 17 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમે કેરેબિયન ધરતી પર T20 વર્લ્ડ કપ કબજે કર્યો અને તે સમયે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા. 

રાહુલ દ્રવિડે ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ યુવા ભારતીય ક્રિકેટરોને તૈયાર કર્યા. અંડર-19 ટીમના હેડ કોચ બન્યા અને તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ભારતીય ટીમે 11 વર્ષના ICC ટ્રોફીની આતુરતાનો અંત લાવ્યો તેના પર એક ફિલ્મ બની શકે છે.

આ સમાચાર શેર કરો