મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICC Rankings Annual Update: ભારતે ટેસ્ટમાં નંબર-1નો તાજ ગુમાવ્યો, જાણો ODI-T20માં ટીમ ઇન્ડિયાનું સ્થાન

ICCએ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)ની વાર્ષિક રેન્કિંગ અપડેટ કર્યા બાદ રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતીય ટીમે ટેસ્ટમાં નં

ICC Rankings Annual Update: ભારતે ટેસ્ટમાં નંબર-1નો તાજ ગુમાવ્યો, જાણો ODI-T20માં ટીમ ઇન્ડિયાનું સ્થાન

ICCએ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)ની વાર્ષિક રેન્કિંગ અપડેટ કર્યા બાદ રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતીય ટીમે ટેસ્ટમાં નંબર-1નું સ્થાન ગુમાવી દીધુ છે.

ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં હરાવનાર ઓસ્ટ્રેલિયન ટીમ નંબર-1 ટીમ બની ગઇ છે. ભારત હવે બીજા સ્થાન પર આવી ગયું છે. ટેસ્ટ રેન્કિંગમાં આ બન્ને ટીમોના સ્થાનમાં બદલાવ થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે ભારતે WTC 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ જીતથી ઓસ્ટ્રેલિયાને પોતાની રેટિંગ સુધારવાની તક મળી હતી. તે 124 અંક સાથે નંબર-1 પર પહોંચી છે. ભારત 120 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. ઇંગ્લેન્ડ (105 અંક) ત્રીજા સ્થાન પર છે.

આ રીતે લેવામાં આવ્યો નિર્ણય

રેન્કિંગ અપડેટમાં મે 2021 બાદથી પ્રદર્શનને ગણવામાં આવ્યું હતું. ભારતીય ટીમે જાન્યુઆરી 2021માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવી હતી. તે રેન્કિંગના સમયથી બહાર રહી ગઇ હતી. મે 2021 અને મે 2023 વચ્ચે તમામ પરિણામ 50 ટકા રહ્યા હતા અને ગત 12 મહિનામાં રમાયેલી સીરિઝ જેમાં WTC ફાઇનલની જીત સામેલ છે તેનો ભાર 100 ટકા રહ્યો હતો.

વન ડે-ટી-20માં ભારતનો દબદબો

ભારતીય ટીમે ભલે ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવ્યું હોય પરંતુ ટી-20, વન ડેમાં તેનો દબદબો યથાવત છે. ભારતીય ટીમ વન ડે અને ટી-20 ઇન્ટરનેશનલ ટીમ રેન્કિંગ બન્નેમાં ટોચ પર છે. ભારતના વન ડેમાં 122 રેટિંગ છે. ઓસ્ટ્રેલિયા (116) કરતા છ પોઇન્ટ આગળ છે. દક્ષિણ આફ્રિકા (112) ત્રીજા, પાકિસ્તાન (106) ચોથા, ન્યૂઝીલેન્ડ (101) પાંચમા નંબર પર છે.

આ સમાચાર શેર કરો