Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC Men's T20 World Cup schedule announced

ICC Men's T20 WorldCupનું શેડ્યુલ જાહેર, 8 માર્ચે મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ મેચ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ICC Men's T20 WorldCupનું શેડ્યુલ જાહેર, 8 માર્ચે મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ મેચ
સોર્સ : google

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી સેમિફાઇનલ કોલકાતામાં અને બીજી કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાશે.

App Store

T20 વર્લ્ડ કપ 2024ની જેમ, આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગત વખતની જેમ, આઠ ટીમો સુપર 8 સ્ટેજમાંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલમાં જશે.

ICCએ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ કર્યું જાહેર, ભારતની પહેલી મેચ 7 ફેબ્રુઆરી 2 - image

ભારતના ગ્રુપમાં કોણ છે?

ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામીબિયા એક જ ગ્રુપમાં ડ્રો થયા છે. ભારત તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે રમશે. જણાવી દઈએ કે, રોહિત શર્મા ભારત અને શ્રીલંકામાં આગામી T20 વર્લ્ડ કપ માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર છે.