Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC has taken strict action against Arshdeep Singh for aggressive behaviour

અર્શદીપ સિંહ સામે ICCએ કડક કાર્યવાહી કરી, વર્લ્ડ કપ ફાઈનલમાં ડેરિલ મિચેલને માર્યો હતો બોલ

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
અર્શદીપ સિંહ સામે ICCએ કડક કાર્યવાહી કરી, વર્લ્ડ કપ ફાઈનલમાં ડેરિલ મિચેલને માર્યો હતો બોલ
સોર્સ : GSTV

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર અર્શદીપ સિંહ પર દંડ ફટકાર્યો છે. રવિવારે ન્યુઝીલેન્ડ સામે ભારતની T20 વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન અર્શદીપ સિંહ અને ડેરિલ મિચેલ વચ્ચે ઝઘડો થયો હતો. ICCએ આ ઝઘડા માટે અર્શદીપ સિંહને આચારસંહિતાના લેવલ 1 ભંગનો દોષી ઠેરવ્યો હતો.

App Store

15% મેચ ફી દંડ

ICCએ અર્શદીપ સિંહને તેની મેચ ફીના 15% દંડ ફટકાર્યો હતો. અર્શદીપ સિંહ ICC આચારસંહિતાના કલમ 2.9 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી તરફ અથવા તેની પાસે અયોગ્ય અથવા ખતરનાક રીતે બોલ અથવા ક્રિકેટ સાધનો ફેંકવાથી સંબંધિત છે.

દંડ ઉપરાંત અર્શદીપ સિંહના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં આ તેનો આવા પ્રકારનો પહેલો ભંગ છે.

આ ઘટના ક્યારે બની?

આ ઘટના ન્યુઝીલેન્ડની ઈનિંગની 11મી ઓવરમાં બની હતી. અર્શદીપે ફોલો થ્રુમાં બોલ પકડીને બેટ્સમેન ડેરિલ મિચેલ તરફ જોરથી ફેંક્યો, જે તેના સાથળ પર વાગ્યો. જોકે, ઔપચારિક સુનાવણીની જરૂર નહતી કારણ કે ભારતીય બોલરે મેચ રેફરી દ્વારા લાદવામાં આવેલી સજા સ્વીકારી લીધી હતી. ઓવર પછી ડેરિલ મિચેલ અને અર્શદીપ સિંહ હાથ મિલાવતા જોવા મળ્યા જતા

લેવલ 1 ઉલ્લંઘન માટે શું દંડ છે?

લેવલ 1 ઉલ્લંઘનના પરિણામે ખેલાડીને સત્તાવાર ચેતવણીથી લઈને તેની મેચ ફીના મહત્તમ 50 ટકા સુધીનો દંડ થઈ શકે છે. એક કે બે ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવે છે. જો કોઈ ખેલાડીના 24 મહિનાની અંદર ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ થાય છે, તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને તેને પ્રતિબંધનો સામનો પણ કરવો પડી શકે છે.