T20 World Cup: ભારતીય બેટર્સનો 'તરખાટ',નામિબિયા સામે ભારતની 93 રનથી જીત, ઈશાન-હાર્દિકની વિસ્ફોટક ફિફ્ટી

T20 World Cup: T20 વર્લ્ડકપમાં આજે ભારતની નામિબિયાને સામે 93 રનથી જીત થઈ છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 209 રન નોંધાવ્યા હતા, જેની સામે નામિબિયાની ટીમ માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, તો વરૂણ ચક્રવર્તીએ પણ દમદાર બોલિંગ કરી હતી.
ઈશાન અને હાર્દિક પંડ્યાની અડધી સદી
ભારત તરફથી ઈશાન કિશને 24 બોલમાં 6 ફોર અને 5 સિક્સ સાથે 61 રનની વિસ્ફોટ ઈનિંગ રમી છે, તો હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 52 રન નોંધાવી દમદાર બેટિંગ કરી છે. આ ઉપરાંત સંજુ સેમસને 8 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે 22 રન, તિલક વર્માએ 21 બોલમાં 3 ફોર સાથે 25 રન, સુકાની સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 1 સિક્સ સાથે 12 રન, શિવમ દુબેએ 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 23 રન નોંધાવ્યા છે. જ્યારે રિંકુ સિંહ 1 રન, અક્ષર પટેલ 0, અર્શિદ સિંહ 2 રન અને વરુણ ચક્રવર્તીએ અણનમ 1 રન નોંધાવ્યો છે.
ગેરહાર્ડ ઈરાસ્મસની ચાર વિકેટ
નામિબિયા તરફથી ગેરહાર્ડ ઈરાસ્મસે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી છે. જ્યારે બેન શિકોંગોએ 3 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ, જેજે સ્મિટે 4 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ અને બર્નાર્ડ શોલ્ટ્ઝે 4 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ મેળવી છે. જ્યારે રૂબેન ટ્રમ્પલમેને 4 ઓવરમાં 38 રન અને મેક્સ હેંગોએ 1 ઓવરમાં 18 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ સફળતા મળી નથી.

