Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Hardik Pandya national flag insult controversy FIR demanded

VIDEO: મુશ્કેલીમાં હાર્દિક પંડ્યા! T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તિરંગા સાથે ઉજવણી કરવી ભારે પડી, FIR નોંધવાની થઈ માંગ

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ જીતની ઉજવણી બાદ એક નવા વિવાદમાં ફસાયો છે. પુણેના એક વકીલે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને FIR નોંધવાની માંગ કરી છે.

App Store

PTIના અહેવાલ મુજબ, પુણેના વકીલ વાજિદ ખાને પોલીસને આપેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે અમદાવાદમાં ભારતની T20 વર્લ્ડ કપ જીત બાદ મેદાન પર ઉજવણી દરમિયાન હાર્દિકે પોતાના શરીર પર તિરંગો લપેટ્યો હતો અને કથિત રીતે વાંધાજનક વર્તન કર્યું હતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ કૃત્ય રાષ્ટ્રધ્વજની ગરિમા વિરુદ્ધ છે અને તેના પર કાનૂની કાર્યવાહીની જરૂર છે.

પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ બુધવારે પુષ્ટિ કરી કે વકીલ વાજિદ ખાન દ્વારા અરજી સબમિટ કરવામાં આવી છે, જોકે કેસની વિગતો હજુ સુધી શેર નથી કરવામાં આવી.

ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ દરેક નાગરિકની ફરજ છે અને જો તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે તો સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

ભારતે અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. જીત બાદ ખેલાડીઓએ મેદાન પર તેમના પરિવારો અને સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી હતી અને તેના ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હાર્દિક પણ ભારતીય ધ્વજ ઓઢીને તેની ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

બીજી તરફ હાર્દિકે ટુર્નામેન્ટ પછી કહ્યું હતું કે, સતત બીજો T20 વર્લ્ડ કપ જીતવો એ એક વ્યક્તિગત વચન પૂર્ણ કરવા જેવું હતું. તેણે જણાવ્યું કે 2024માં ટાઈટલ જીત્યા પછી, તેણે પોતાને વચન આપ્યું હતું કે તે જે પણ ટુર્નામેન્ટ રમશે તે જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.

હાર્દિકે ટુર્નામેન્ટમાં બેટ અને બોલ બંનેથી મહત્પૂત્ર્ણવ યોગદાન આપ્યું હતું. તેણે નામિબિયા સામે 28 બોલમાં 52 રન સહિત બે અડધી સદી ફટકારી હતી અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નવ વિકેટ પણ લીધી હતી. 32 વર્ષીય ઓલરાઉન્ડરને 2026ના T20 વર્લ્ડ કપ માટે ICC ટીમ ઓફ ધ ટુર્માંનામેન્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

હાર્દિકે જીત બાદ કહ્યું, "હું મારા દેશ માટે સારું પ્રદર્શન કરવા અને ટ્રોફી જીતવા માટે ક્રિકેટ રમું છું. મારું લક્ષ્ય ભારત માટે શક્ય તેટલી વધુ ટ્રોફી જીતવાનું છે."