આખરે હાર્દિક પંડ્યા અને નતાશા થયા અલગ, ક્રિકેટરે કરી છૂટાછેડાની જાહેરાત
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર આખરે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે. આ અંગેની જાણકારી

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર આખરે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે. આ અંગેની જાણકારી હાર્દિક પંડ્યાએ ખુદ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે.
પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો
હાર્દિક પંડ્યાએ પોસ્ટ શેર કરતા હાર્દિકે લખ્યું- ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે આ સંબંધને બચાવવા માટે અમારાથી બનતા પ્રયત્નો કર્યા અને બધું જ આપ્યું. પરંતુ હવે અમને લાગે છે કે અમારા બંને માટે આ યોગ્ય નિર્ણય છે.
અંનતના લગ્નમાં હાર્દિક એકલો જ જોવા મળ્યો હતો
તમને જણાવી દઈએ કે,છેલ્લા ઘણા દિવસોથી તેમના અલગ થવાના અહેવાલો આવી રહ્યા હતા. તાજેતરમાં જ નતાશા પણ તેના પિયર ચાલી ગઈ હતી. અનંત અંબાણીના લગ્નમાં પણ હાર્દિક એકલો જ જોવા મળ્યો હતો. પોસ્ટ શેર કરીને હાર્દિકે જણાવ્યું કે આ નિર્ણય બંને માટે કેટલો મુશ્કેલ હતો.
4 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયા હતા
હાર્દિક અને નતાશા 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ તે જ વર્ષે જુલાઈમાં થયો હતો. નતાશા લગ્ન પહેલા ક્રિકેટર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી અને આ દરમિયાન તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી, ત્યારબાદ બંનેએ કોરોનાના સમયગાળા દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. જ્યારે 2023માં રિત-રિવાજો સાથે લગ્ન કર્યા હતા.








