Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Hardik Pandya immersed in devotion to Mahadev

VIDEO / મહાદેવની ભક્તિમાં લીન થયો હાર્દિક પંડ્યા, દીકરા અને ભત્રીજા સાથે ગાયા ભજન

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Instagram

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટમાંથી વિરામ લઈને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. હાર્દિકે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી હતી, ટૂર્નામેન્ટમાં ટીમ ત્રીજા સ્થાન પર રહી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે પહોંચી છે ત્યારે બીજી તરફ હાર્દિક પંડ્યા ક્રિકેટથી દૂર પોતાના પરિવાર સાથે મહાદેવની ભક્તિમાં ડૂબ્યો છે. 

App Store

શિવ ભક્તિમાં ડૂબ્યો હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના આખા પરિવાર સાથે ભક્તિમય અંદાજમાં જોવા મળી રહ્યો છે. 18 જુલાઈના રોજ  હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાના પુત્ર કવીરના ત્રીજા જન્મદિવસ પર ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હાર્દિક પોતાના પુત્ર અગસ્ત્ય અને ભત્રીજા કવીર સાથે 'મહાદેવ-મહાદેવ' ભજન ગાઈ રહ્યો છે. 

હાર્દિક પંડ્યાનું કરિયર

હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં ભારત માટે 11 ટેસ્ટ, 94 ODI અને 114 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. આ સમય દરમિયાન તેણે 4248 રન બનાવ્યા છે અને પોતાની શાનદાર બોલિંગથી 202 વિકેટ ઝડપી છે.