Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gujarat Titans beat Chennai Super Kings by 89 runs

VIDEO: GT vs CSK / અમદવાદમાં ગુજરાતની શાનદાર જીત, પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચેન્નાઈની ટીમ

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સામે 89 રન દમદાર જીત મેળવી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન નોંધાવ્યા હતા, જેની સામે ચેન્નાઈની ટીમ માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી સાઈ સુદર્શન, કેપ્ટન શુભમન ગિલ અને જોશ બટલરે ફિફ્ટી ફટકારી જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, તો મોહમ્મદ સિરાજ, કગીસો રબાડા અને રાશિદ ખાને દમદાર બોલિંગ કરીને ચેન્નાઈને સસ્તમાં ઓલઆઉટ કરી દીધું હતું.

App Store

ગુજરાતની ટીમના ત્રણ ખેલાડીની ફિફ્ટી

ગુજરાત ટાઈટન્સની  ઈનિંગમાં ઓપનિંગ બેટર સાઈ સુદર્શન 53 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 84 રન, કેપ્ટન શુભમન ગિલે તોફાની બેટિંગ કરતા 37 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 64 રન, જોસ બટલરે 27 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 57 રન નોંધાવ્યા હતા.

ચેન્નાઈના 3 બેટર શૂન્યમાં આઉટ

ચેન્નઈ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ આક્રમક બેટિંગ કરતા 17 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 47 રન ફટકાર્યા હતા. જ્યારે ઓપનિંગમાં આવેલા મેથ્યુ શોર્ટે 14 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 24 રન, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 7 બોલમાં 1 ચોગ્ગા અને 2  સાથે 16 રન, કાર્તિક શર્માએ 15 બોલમાં 3 ચોગ્ગા સાથે 19 રન, અંશુલ કંબોજે 8 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 19 રન, ડેવાલ્ડ બ્રેવિસે 10 બોલમાં 8 રન, નૂર અહેમદ 5 બોલમાં 1 રન અને મુકેશ ચૌધરી 2 બોલમાં 2 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસન, ઉર્વિલ પટેલ અને સ્પેન્સર જોહ્ન્સન શૂન્ય રને આઉટ થયો હતો.

ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

IPL 2026ના લેટેસ્ટ પોઈન્ટ્સ ટેબલ અનુસાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 13 મેચોમાંથી 9 મેચ જીતી 18 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને, ગુજરાત ટાઈટન્સ 14 લીગ મેચોમાંથી 9 જીતી 18 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને, સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચમાંથી 16 પોઈન્ટ્સ સાથે ત્રીજા અને રાજસ્થાન રોયલ્સ 13 મેચમાંથી 14 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને પ્લેઓફની રેસમાં બનેલા છે.