મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : વિસ્ફોટક ખેલાડી મેક્સવેલે જ બેંગલુરુ ટીમની નૈયા ડૂબાડી!, જાણો શું છે કારણ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અત્યાર સુધીમાં મ

IPL 2024 :  વિસ્ફોટક ખેલાડી મેક્સવેલે જ બેંગલુરુ ટીમની નૈયા ડૂબાડી!, જાણો શું છે કારણ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અત્યાર સુધીમાં માત્ર 1 મેચમાં જ જીતનો સ્વાદ ચાખ્યો છે. ત્યારે આ ટીમનો ખેલાડી ગ્લેન મેક્સવેલ પોતાની ટીમ માટે જ વિલન બની રહ્યો છે. કારણ કે તેણે 6 મેચમાં માત્ર 32 રન જ બનાવ્યા છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ખેલાડી ગ્લેન મેક્સવેલ IPL 2024માં નિષ્ફળ સાબિત થયો છે. મેક્સવેલે અત્યાર સુધીમાં 6 મેચમાં 0, 3, 28, 0, 1 અને 0 રનનો સ્કોર બનાવ્યો છે.

બેંગલુરુને આ IPL સિઝનમાં અત્યાર સુધી એકમાત્ર જીત પંજાબ કિંગ્સ સામે મળી છે. પરિણામે બેંગલુરુની ટીમ 10 ટીમની પોઈન્ટ્સ ટેબલમાં નવમાં સ્થાન પર આવી ગઈ છે અને તેના પર પ્લેઓફથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

IPLમાં ગ્લેન મેક્સવેલ નિષ્ફળ

ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં 5 સદી ફટકારી છે. ગ્લેન મેક્સવેલ ઈન્ટરનેશનલ ટી20માં 30.09ની સરેરાશ સાથે બેટિંગ કરે છે. IPLમાં તેની સરેરાશ ઘટીને 25.24 પર આવી જાય છે. મિડલ ઓર્ડરમાં મેક્સવેલની નિષ્ફળતાના કારણે બેંગલુરુના અન્ય ખેલાડીઓ પર દબાણ વધી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો