મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

દુલીપ ટ્રોફી માટે ચાર ટીમ જાહેર: શુભમન ગિલ-અય્યર-જાડેજા સહિતના ખેલાડીઓ રમશે

દુલીપ ટ્રોફી માટે ચાર ટીમની જાહેરાત કરવામાં આવી છે. દુલીપ ટ્રોફીમાં શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, રુતૂરાજ ગાયકવાડ અને શ

દુલીપ ટ્રોફી માટે ચાર ટીમ જાહેર: શુભમન ગિલ-અય્યર-જાડેજા સહિતના ખેલાડીઓ રમશે

દુલીપ ટ્રોફી માટે ચાર ટીમની જાહેરાત કરવામાં આવી છે. દુલીપ ટ્રોફીમાં શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, રુતૂરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. દુલીપ ટ્રોફીનો પ્રારંભ 5 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની તમામ મેચ આંધ્ર પ્રદેશના અનંતપુર અને બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

દુલીપ ટ્રોફી માટે ટીમ જાહેર

ટીમ-A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુશ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિદવથ કવરપ્પા, કુમાર કુસાગ્રા, શાશ્વત રાવત

ટીમ-B: અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, રિષભ પંત, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર.સાઇ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીશન (વિકેટ કીપર)

ટીમ-C: રુતૂરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઇ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, બાબા ઇન્દ્રજીત, રિતિક શોકિન, માનવ સુથાર, ઉમરાન મલિક, વ્યશક વિજયકુમાર, અંશુલ કંબોજ, હિમાન્સુ ચૌહાણ, મયંક માર્કન્ડે, આર્યન જુયલ (વિકેટ કીપર), સંદીપ વોરિયર

ટીમ-D: શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડ્ડિકલ, ઇશાન કિશન (વિકેટ કીપર), રિકી ભૂઇ, સારાન્શ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત (વિકેટ કીપર), સૌરભ કુમાર

આ સમાચાર શેર કરો