Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Former Indian hockey player Vece Paes passed away

ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી Vece Paesનું થયું અવસાન, શોકમાં રમત જગત; BCCIમાં પણ આપી હતી સેવા

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી Vece Paesનું થયું અવસાન, શોકમાં રમત જગત; BCCIમાં પણ આપી હતી સેવા
સોર્સ : Google

આજે કોલકાતાથી એક દુઃખદ સમાચાર આવતા ભારતીય રમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું. ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી વેસ પેસ (Vece Paes) નું આજે કોલકાતાની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. તેમણે 1972ના મ્યુનિક ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ પ્રખ્યાત ટેનિસ ખેલાડી લિએન્ડર પેસના પિતા હતા.

App Store

વેસ પેસ ઓલિમ્પિક અને વર્લ્ડ કપમાં મેડલ વિજેતા ટીમનો ભાગ હતા

વેસ પેસનો જન્મ 30 એપ્રિલ 1945ના રોજ થયો હતો. તેઓ ભારતીય ટીમમાં મિડફિલ્ડર પદ પર રમતા હતા. તેઓ 1972ના મ્યુનિકમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનો ભાગ હતા, આ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ સ્પોર્ટ્સ મેડિસિનમાં ડોક્ટર પણ હતા અને ઘણા વર્ષો સુધી BCCIના ડોપિંગ વિરોધી વિભાગમાં કામ કર્યું હતું. તેઓ 1971માં બાર્સેલોનામાં યોજાયેલા હોકી વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીતનાર ટીમનો પણ ભાગ હતા.

વેસ પેસે બાસ્કેટબોલ ખેલાડી સાથે લગ્ન કર્યા, દીકરાએ ટેનિસમાં નામ કમાવ્યું

પેસે 1964-65 દરમિયાન કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી પ્રિ-મેડિકલનો અભ્યાસ કર્યા પછી લખનૌની લા માર્ટિનિયર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમના લગ્ન બંગાળી લેખક માઈકલ મધુસુદન દત્તની પ્રપૌત્રી જેનિફર ડટન સાથે થયા છે. જેનિફર એક બાસ્કેટબોલ ખેલાડી રહ્યા છે, જે 1972 સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય નેશનલ બાસ્કેટબોલ ટીમના ભાગ હતા. તેમણે 1982માં નેશનલ ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.

વેસ પેસના દીકરા લિએન્ડર પેસે મિક્સ્ડ ડબલ્સમાં બધા ગ્રાન્ડ સ્લેમ જીત્યા

લિએન્ડર પેસે ટેનિસમાં પોતાનું નામ બનાવ્યું, તેણે મિક્સ્ડ ડબલ્સમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. મિક્સ ડબલ્સમાં, તેણે ઓસ્ટ્રેલિયન ઓપન 3 વખત (2003, 2010 અને 2015), વિમ્બલ્ડન 4 વખત (1999, 2003, 2010 અને 2015), યુએસ ઓપન 2 વખત (2008, 2015) અને ફ્રેન્ચ ઓપન 1 વખત (2016) જીત્યો છે.

વેસ પેસ અને તેના પુત્રને કારનો ખૂબ શોખ હતો. એક વાતચીતમાં, લિએન્ડરે જણાવ્યું હતું કે 70ના દાયકામાં તેના પિતા પાસે એમ્બેસેડર કાર હતી. તે તેના પિતા સાથે તેની સંભાળ રાખતો હતો, તેની સાથે રમતો હતો.