Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Fierce brawl and fighting broke out between players in the final match of T20 Mumbai

VIDEO: T20 મુંબઈની ફાઈનલમાં થઈ બબાલ, સામસામે આવ્યા બંને ટીમના ખેલાડી; મારપીટ થતાં રહી ગઈ

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: T20 મુંબઈની ફાઈનલમાં થઈ બબાલ, સામસામે આવ્યા બંને ટીમના ખેલાડી; મારપીટ થતાં રહી ગઈ
સોર્સ : GSTV

T20 મુંબઈ 2026ની ફાઈનલ મેચમાં મેદાન પર જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. આર્ક્સ અંધેરી અને મરાઠા રોયલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ખિતાબી મુકાબલો રમાયો હતો. બીજી ઈનિંગની 19મી ઓવરમાં અંધેરીના બેટ્સમેન ગૌરવ જઠાર અને રોયલ્સના ખેલાડી રોહન રાજે વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દરમિયાન માહોલ ગરમા ગરમીનો થઈ ગયો હતો.

App Store

ગૌરવ જઠાર અને રોહન રાજે વચ્ચે વિવાદ

19મી ઓવરના બીજા બોલ પર ગૌરવ જઠારે સિક્સ ફટકારી હતી પરંતુ આગામી બોલ પર ઇરફાન ઉમૈરે તેની વિકેટ લઈ લીધી. પવેલિયન પરત ફરતી વખતે ડગઆઉટ પાસે ફિલ્ડિંગ કરી રહેલા રોહન રાજે સાથે ગૌરવની દલીલ થવા લાગી. પહેલા ચોથા અમ્પાયરે બંનેને અલગ કર્યા પરંતુ બંને ફરી એકબીજાની નજીક આવી ગયા અને જોરદાર દલીલ કરવા લાગ્યા. આ પછી અંધેરીની આખી ટીમે આવવું પડ્યું અને બંનેને અલગ કરવા પડ્યા. આ દરમિયાન મરાઠા રોયલ્સના ખેલાડીઓ પણ આવી ગયા અને તેમણે રાજેને દૂર કર્યો.

મરાઠા રોયલ્સે જીત્યો ખિતાબી મુકાબલો

છેલ્લી ઓવરમાં મરાઠા રોયલ્સે જીત મેળવી. સિદ્ધેશ લાડની કેપ્ટનશિપવાળી મરાઠા રોયલ્સે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 154 રન બનાવ્યા હતા. ચિન્મય રાજેશ સુતારે સૌથી મોટી 61 રનની ઈનિંગ રમી હતી. અંધેરીની ટીમ 8 વિકેટે 146 રન જ બનાવી શકી. આર્ક્સ અંધેરીને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 24 રનની જરૂર હતી. 19મી ઓવરમાં 11 રન બન્યા તો છેલ્લી ઓવરમાં રોહન રાજેએ બોલિંગ કરી. તેણે આ ઓવરમાં માત્ર 5 જ રન આપ્યા. મરાઠાની ટીમે મેચ 8 રનથી જીતી લીધી. અર્જુન તેંડુલકર અંધેરીની ટીમનો હિસ્સો છે. 12 બોલમાં અર્જુનના બેટમાંથી માત્ર બે રન નીકળ્યા.

IPL રમી ચૂક્યો છે રોહન રાજે

39 વર્ષના રોહન રાજે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. 2008 અને 2009ની સિઝનમાં તેણે ટીમ માટે 10 મેચ રમી હતી. 2017 પછી મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટમાં રમવાની તક નથી મળી.