Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : England announced team for Champions Trophy and India tour

ઈંગ્લેન્ડની ટીમમાં પાછો ફર્યો આ દિગ્ગજ ખેલાડી, ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે જાહેર કરી સ્કવોડ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ઈંગ્લેન્ડની ટીમમાં પાછો ફર્યો આ દિગ્ગજ ખેલાડી, ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે જાહેર કરી સ્કવોડ

દરેક લોકો હજુ પણ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની જાહેરાત પહેલા જ પોતાની ટીમ પસંદ કરી લીધી છે. ECBએ રવિવારે 22 ડિસેમ્બરે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ટીમની જાહેરાત કરી હતી. માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી માટે જ નહીં પરંતુ ઈંગ્લેન્ડે ભારત પ્રવાસ માટે ODI અને T20I ટીમોની પણ જાહેરાત કરી છે. આમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની વાપસી થઈ છે, જેમાં સૌથી મોટું નામ છે અનુભવી બેટ્સમેન જો રૂટનું.

App Store

આ પણ વાંચો: IND vs BAN Final / ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને લીધો બદલો, જીત્યો મહિલા અંડર-19 એશિયા કપ

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં અને એક ન્યુટ્રલ વેન્યુ પર યોજાવાની છે. ICC એ હજુ સુધી જાહેર કર્યું નથી કે તે ન્યુટ્રલ વેન્યુ કયું છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ પણ હજુ જાહેર નથી કરાયું. તેમ છતાં, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને કદાચ તેની તૈયારીઓ પર પૂરો વિશ્વાસ છે અને તેથી ટીમની જાહેરાત પણ કરી છે. જોસ બટલર પર વિશ્વાસ રાખીને સિલેક્શન કમિટીએ તેની કેપ્ટનશિપ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ODI ટીમ

જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગ્સ્ટન, આદિલ રાશિદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.

ભારત પ્રવાસ માટે T20I ટીમ

જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગ્સ્ટન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.